Pujari in Burqa: કેરળથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક પૂજારી બુરખો પહેરીને ઘૂમી રહ્યો હતો. લોકોને શંકા જતા તેમણે પોલીસને સોંપી દીધો. પોલીસની તપાસમાં બુરખો પહેરવા અંગે વિચિત્ર કારણ સામે આવ્યું છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Kerala Priest: કેરળના કોઝિકોડથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક મંદિરનો પૂજારી બુરખો પહેરીને ઘૂમી રહ્યો હતો. આ શંકાસ્પદ વ્યક્તિને આ રીતે ઘૂમતો જોતા લોકોએ પકડીને પોલીસને હવાલે કરી દીધો. 


મળતી માહિતી મુજબ આ મામલો કોઝિકોડના કોયિલેન્ડી (Koyilandy)નો છે. પોલીસે જણાવ્યું કે 28 વર્ષના જિષ્ણુ નંબુથિરીને ઓટો ચાલકોએ ગત સાત ઓક્ટોબરના રોજ કોયિલેન્ડી જંકશન પર પકડ્યો હતો. તેમણે કહ્યું કે, 'લોકોએ પૂજારીને બુરખો પહેરીને ઘૂમતો જોયા બાદ પોલીસને સોંપી દીધો. જો કે પૂજારી વિરુદ્ધ કોઈ પણ પ્રકારના અપરાધની કોઈ ફરિયાદ મળી નથી. આથી પરિજનોના પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ અમે તેમને જવાની મંજૂરી આપી દીધી.'


આ Video પણ જુઓ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube