સબરીમાલા મંદિરના કપાટ ખુલે તે પહેલા જ ભારે તણાવ, અનેક પ્રદર્શનકારીઓની અટકાયત
કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરના દરવાજા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આજે ખુલવાના છે. ભગવાન અયપ્પાની માસિક પૂજા માટે આજે મંદિરના દ્વાર ખુલશે.
તિરુવનંતપુરમ/દિલ્હી: કેરળના સબરીમાલા મંદિરના કપાટ આજે સાંજે પાંચ વાગે ખુલશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ મંદિરમાં પહેલીવાર 10થી 50 વર્ષની બાળકીઓ અને મહિલાઓને પ્રવેશ મળી શકશે. જો કે સુપ્રીમના ચુકાદાને લઈને કેરળમાં સંગ્રામ છેડાઈ ગયો છે. પાંચ દિવસની માસિક પૂજા માટે આજે અયપ્પા સ્વામી મંદિરન ખુલે તે પહેલા તેના બે મુખ્ય રસ્તાઓ, નિલક્કલ અને પમ્બા પર મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ જમા છે. મોટી સંખ્યામાં પોલીસની તહેનાતી હોા છતાં દર્શન માટે જઈ રહેલી મહિલાઓને પાછી ધકેલવામાં આવી રહી હોવાના અહેવાલ છે. આ સાથે મીડિયા અને પોલીસના વાહનો ઉપર પણ પથ્થરમારો થઈ હોવાના રિપોર્ટ્સ છે. પોલીસે નલક્કલ અને પમ્બામાં વિરોધ કરી રહેલા ત્રાવણકોર દેવાસમ બોર્ડના પૂર્વ અધ્યક્ષ સહિત 50 લોકોને કસ્ટડીમાં લીધા છે.
સુપ્રીમના ચુકાદા બાદ આવતીકાલે ખુલશે સબરીમાલા મંદિરના દ્વાર, કેરળમાં તણાવભર્યો માહોલ
મહિલાઓના જૂથોએ રોક્યા વાહન
મંગળવારે પહાડ પર સ્થિત સબરીમાલા મંદિરથી લગભગ 20 કિમી દુર બેઝ કેમ્પ નિલાકલમાં પરંપરાગત સાડી પહેરીને કેટલી મહિલાઓ વાહનો રોકતી જોવા મળી હતી. જેમાં સિનિયર સિટીઝન પણ સામેલ હતાં. પ્રાઈવેટ વાહનો ઉપરાંત શ્રદ્ધાળુઓએ કેરળ રાજ્યપથ પરિવહન નિગમની બસો પણ રોકી અને તેમાથી યુવતીઓને બહાર નીકળવાનું જણાવ્યું. જ્યારે આ ઘટનાઓ ઘટી ત્યારે ખુબ ઓછા પોલીસકર્મીઓ હાજર હતાં.