Colour Changing Lake: જ્યારે પણ ગરમીની સીઝન આવે છે, લોકો પહાડો તરફ નિકળી પડે છે, અહીંના મનોહર દ્રશ્યો અને સુંદરતા ગમે તેનું દિલ જીતી લે છે. પહાડોના શિખર પર પડતો બરફ તમને જન્નતનો અનુભવ આપે છે. ભારતના પહાડ જેટલા વધુ સુંદર દેખાય છે, તે એટલા જ રહસ્યોથી ભરેલા છે. પહાડોમાં તળાવ હોવું સામાન્ય વાત છે. જેની પ્રશંસા માટે શબ્દો પણ ઓછા પડી જશે. આજે અમે તમને એક એવા તળાવ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જે પોતાનો કલર બદલે છે. ક્યારેક આ તળાવ બ્લૂ નજર આવે છે તો ક્યારેક તે કાળુ જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયું છે તળાવ
ઉત્તરાખંડના નૈનીતાલમાં એક અનોખું તળાવ છે, જે સમય-સમય પર પોતાનો રંગ બદલે છે. આ તપાળને ખુર્પાતાલ તપાળના નામથી ઓળખવામાં આવે છે. આ તળાવની વિશેષતા તેના પાણીમાં છે, જેના કારણે તે ક્યારેક બ્લૂ થઈ જાય છે તો ક્યારેક કાળું થઈ જાય છે. નૈનીતાલમાં ભીમતાલ, સાતતાલ, નૌકુચિયાતાલ અને કમલ લાલ જેવા અનેક તળાવો છે, પરંતુ ખુર્પાતાલ તળાવનો કોઈ તોડ નથી. આ નૈનીતાલથી આશરે 15 કિલોમીટર દૂર છે, જ્યાં પર પ્રવાસીઓ દૂર-દૂરથી આવે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ તળાવના રંગ બદલવાનું કારણ તેમાં રહેલો શેવાળ છે. જ્યારે શેવાળને ખિલવાનો સમય આવે છે, ત્યારે તે બીજ પેદા કરે છે અને આ બીજની મદદથી તળાવના પાણીનો રંગ બદલી જાય છે. 


આ પણ વાંચોઃ સત્તાની લડાઈમાં સંબંધો રહી ગયા પાછળ, ભારતીય રાજનીતિમાં કાકા-ભત્રીજાના ટકરાવની કહાની


ક્યારેક પાણી રહે છે ગરમ
શેવાળથી પેદા થનાર અને બીજને કાઢવાની આ પ્રક્રિયા રંગ બદલવા માટે જવાબદાર છે. આ સિવાય તળાવની વધુ એક ખાસિયત છે કે તેનું પાણી ક્યારેક-ક્યારેક ગરમ થઈ જાય છે. તમે આ તળાવને બહારથી જોઈ શકો છો. તેમાં હોડી ચલાવવાની મનાઈ છે. તળાવની આસપાસનું વાતાવરણ શાંત અને સુખદ છે, જે મનને અસીમ શાંતિ આપે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube