હરમાડા : જયપુરના હરમાડા વિસ્તારમાં મનસા માતા પાસે આવેલી પ્રિન્સ ચિલ્ડ્રન એકેડમી સ્કૂલમાં ટીચરે હેવાનિયતની તમામ હદ પાર કરી નાખી છે. શિક્ષકે પાંચ વર્ષના માસુમ બાળકને ડંડાને એટલો માર માર્યો કે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. આ બાળકનો દોષ એટલો જ હતો કે તેણે પોતાનું ટિફિન પુરું નહોતું કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માસુમ બાળકના પિતા માલીરામએ મુકેલા આરોપ પ્રમાણે તેનો દીકરો પ્રિન્સ એકેડમી સ્કૂલમાં યુકેજીમાં ભણે છે પણ માસુમ આદિત્ય રજા પછી ઘરે આવ્યો ત્યારે તેની તબિયત સારી નહોતી. તે માતા-પિતાને જોઈને રોવા લાગ્યો અને ટીચરના રાક્ષસી વર્તનનો સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો. માલીરામે જણાવ્યું કે તેના દીકરાએ લંચ બ્રેકમાં પોતાનું ટિફિન કાઢીને ભોજન કર્યું. બ્રેક પછી ટિફિનમાં થોડું ભોજન બાકી રહી ગયું હતું. આ જોઈને ટીચરે બાળક પર  ભોજન પુરું કરવા માટે દબાણ કર્યું અને બાળકે ઇનકાર કરતા તેને ડંડાથી ભારે માર માર્યો હતો. આ મારને પગલે બાળકના શરીર પર મારના નિશાન થઈ ગયા હતા. 


બાળકની ફરિયાદ સાંભળીને તેના માતા-પિતા સ્કૂલના પ્રશાસન પાસે લઈ ગયા હતા પણ સ્કૂલે આ મામલે કંઈ પણ પગલું નહોતું લીધું. સ્કૂલના આ વલણથી ગુસ્સે થઈને પરિજનોએ ભારે ધમાલ મચાવી હતી. આખરે બાળકના પરિવારજનોએ શિક્ષક વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે. 


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...