મોદી કેબિનેટમાં મોટો ફેરફાર : કિરેન રિજિજૂને હટાવાયા કાયદા મંત્રીના પદ પરથી, મેઘવાલ બન્યા કાયદા મંત્રી
Modi cabinet Reshuffle: ગુરુવારનો દિવસ ભારે ખળભળાટ સાથે શરુ થયો છે. તેવામાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી કેબિનેટમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત કાયદા મંત્રીના પદ પરથી કિરણ રીજીજૂને હટાવી દેવાયા છે.
Modi cabinet Reshuffle: મોદી કેબિનેટમાં મોટો ફેરફાર થયો છે. કાયદા મંત્રીના પદ પરથી કિરણ રીજીજૂને હટાવી દેવામાં આવ્યા છે. કિરણ રીજીજીને હટાવ્યા પછી અર્જુન રામ મેઘવાલને નવા કાયદા મંત્રી બનાવવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચન પર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મંત્રીમંડળમાં ફેરફારને મંજૂરી આપી છે. હવે કિરણ રિજિજૂને કાયદા મંત્રાલયમાંથી બદલી ભુ વિજ્ઞાન મંત્રાલય સોંપવામાં આવ્યું છે. જ્યારે કિરણ રિજિજૂની જગ્યાએ અર્જુન રામ મેઘવાલને હાલના તેમના પોર્ટફોલિયો ઉપરાંત કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે સ્વતંત્ર કાર્યભાર સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો:
કાશ્મીર મુદ્દે વડાપ્રધાન મોદીનો જબરદસ્ત નિર્ણય, પાકિસ્તાનના ષડયંત્રોની ગેમ ઓવર
સિદ્ધારમૈયા બનશે કર્ણાટકના મુખ્યમંત્રી, ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ, 20 મેએ લેશે શપથ
15 વર્ષના બાળકને રમત રમતાં મેદાન પર આવ્યો હાર્ટ એટેક, સારવાર મળે તે પહેલા થયું મોત
રિજિજૂ અરુણાચલ પશ્ચિમ લોકસભા બેઠકથી સાંસદ છે. તેમણે વર્ષ 2004માં પહેલીવાર લોકસભા ચુંટણી લડી હતી અને જીત્યયા હતા. ત્યારબાદ તેઓ 2009ની લોકસભા ચુંટણી હાર્યા હતા. ત્યારબાદ 2014માં ફરીથી તેઓ જીત્યા અને મોદી કેબિનેટમાં તેમને ગૃહ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા.
ત્યારબાદ મોદી સરકારના બીજા કાર્યકાળમાં તેઓ ખેલ મંત્રી રહ્યા અને જુલાઈ 2021માં જ્યારે મોદી કેબિનેટનું વિસ્તરણ થયું ત્યારે તેમને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા હતા. તે સમયે રવિશંકર પ્રસાદને બદલે તેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી.