કર્ણાટકનું કોકડું ઉકેલાયું... સિદ્ધારમૈયા બનશે મુખ્યમંત્રી, ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ, 20 મેએ લેશે શપથ

Chief Minister of Karnataka : ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક 18 મેના રોજ સાંજે 7 વાગ્યે બેંગલુરુમાં બોલાવવામાં આવી છે. આ બેઠક પહેલા કર્ણાટક કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલા, કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ પાર્ટીના મહાસચિવ કે.સી. વેણુગોપાલને મળ્યા હતા.

કર્ણાટકનું કોકડું ઉકેલાયું... સિદ્ધારમૈયા બનશે મુખ્યમંત્રી, ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ, 20 મેએ લેશે શપથ

Chief Minister of Karnataka : કર્ણાટકના નવા મુખ્યમંત્રી કોણ હશે તે કોકડું ઉકેલાયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા કર્ણાટકના નવા મુખ્યમંત્રી હશે. જ્યારે ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટક સરકારની રચના માટે સહમતિ આપી દીધી છે. નવા મુખ્યમંત્રી માટે શપથ ગ્રહણ સમારોહ 20 મેના રોજ બેંગલુરુમાં યોજાશે.
 

આ પણ વાંચો:

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક 18 મેના રોજ સાંજે 7 વાગ્યે બેંગલુરુમાં બોલાવવામાં આવી છે. આ બેઠક પહેલા કર્ણાટક કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલા, કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ પાર્ટીના મહાસચિવ કે.સી. વેણુગોપાલને મળ્યા હતા.

 

મહત્વનું છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો 13 મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસને પ્રચંડ બહુમતી મળી છે. કર્ણાટકમાં કોંગ્રેસે 135 સીટો જીતી છે. જો કે ત્યારપછી કોંગ્રેસ પાર્ટીમાં છેલ્લા ચાર દિવસથી સીએમ કોણ બનશે તેને લઈને ચર્ચા થઈ રહી હતી પરંતુ હવે સીએમના નામ પર મહોર લાગી ગઈ છે. કોંગ્રેસે ફરી એકવાર સિદ્ધારમૈયા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news