નવી દિલ્હીઃ દિલ્હીની અલગ-અલગ સરહદો પર 75 દિવસ કરતા વધુ સમયથી કિસાનોનું આંદોલન (Kisan andolan) ચાલી રહ્યું છે. આ વચ્ચે શનિવારે કિસાન નેતાઓએ કહ્યું કે, કિસાનોએ નક્કી કરી લીધું કે હવે તે અહીં રહેશે. આંદોલન બંધ થશે નહીં. દિલ્હી-યૂપી ગાઝીપુર બોર્ડર પર એક પત્રકાર પરિષદને સંબોધતા કિસાન સંગઠનોએ આ વાત કહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિસાન નેતાઓએ દાવો કર્યો કે, 14 FIR ના સિલસિલામાં દિલ્હી પોલીસ (delhi police) એ 122 કિસાનોની ધરપકડ કરી છે. સંયુક્ત કિસાન મોર્ચો ધરપકડ કરાયેલા કિસાનોને કાયદાકીય અને નાણાકીય મદદ કરશે. કૃષિ કાયદા (farm laws) વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા સંયુક્ત કિસાન મોર્ચાએ આરોપ લગાવ્યો કે, કિસાનોને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યાં છે, તેમને હેરાન કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડમાં સામેલ થયેલા 16 કિસાન હજુ પણ લાપતા છે. 


આ પણ વાંચોઃ UP: યોગી સરકારનો મોટો નિર્ણય, સામાન્ય લોકો પર નોંધાયેલા લૉકડાઉન ભંગના કેસ લેવાશે પરત


ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત (rakesh tikait) એ કહ્યુ કે, આંદોલન મજબૂતીથી ચાલશે. તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક અખબાર આડુ-અવળુ લખી રહ્યાં છે. જો તે નહીં સુધરે તો અમે કાર્યવાહી કરીશું. તેમણે કહ્યું, સંયુક્ત કિસાન મોર્ચો એક છે. 23 ફેબ્રુઆરી સુધી કાર્યક્રમ નક્કી છે, જેના પર અમે કામ કરી રહ્યાં છીએ. આંદોલન મજબૂતીથી ચાલતું રહેશે, અમે અમારી રણનીતિ બનાવી રહ્યાં છીએ. કિસાનોએ હતાશ થવાની જરૂર નથી. 


કિસાન નેતાઓએ સરકાર પર જૂઠ બોલવાનો આરોપ લગાવ્યો. કિસાન નેતા બલબીર સિંહ રાજેવાલ કહ્યુ, 'ભારત સરકાર જૂઠ બોલીને દેશને ગેરમાર્ગે દોરી રહી છે. સરકાર કહી રહી છે કે અમને જણાવવામાં આવતું નથી કે આ કાયદામાં કાળુ શું છે. સરકારની સાથે 11 બેઠક કરી 3 વખત એક-એક ક્લોઝ પર જણાવી ચુક્યા છીએ કે તેમાં કાળુ શું છે.'


આ પણ વાંચોઃ ટ્રેક્ટર ચલાવી સભા સ્થળ પર પહોંચ્યા Rahul Gandhi, મોદી સરકાર પર કર્યા પ્રહાર


કિસાન નેતાઓએ કહ્યું કે, પંજાબમાં ટાવર તોડવા પર પ્રધાનમંત્રીએ દુખ વ્યક્ત કર્યુ પરંતુ 225 કિસાનના મોત થયા તેના પર બોલ્યા નહીં. આ આંદોલન ત્યાં સુધી લડવામાં આવશે જ્યાં સુધી અમે જીતીશું નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube