UP: યોગી સરકારનો મોટો નિર્ણય, સામાન્ય લોકો પર નોંધાયેલા લૉકડાઉન ભંગના કેસ લેવાશે પરત

કોવિડ 19 (covid 19) અને લૉકડાઉન તોડવાના મામલામાં પોલીસ અને કચેરીના ચક્કર લગાવી રહેલા ઉત્તર પ્રદેશના લાખો લોકો તથા વેપારીઓને જલદી તેનાથી છુટકારો મળી જશે. સરકારે પ્રદેશભરના પોલીસ સ્ટેશનમાં લૉકડાઉન દરમિયાન નોંધાયેલા કેસને પરત લેવાના નિર્દેશ જાહેર કર્યા હતા.

UP: યોગી સરકારનો મોટો નિર્ણય, સામાન્ય લોકો પર નોંધાયેલા લૉકડાઉન ભંગના કેસ લેવાશે પરત

લખનઉઃ યોગી સરકાર (Yogi Government) પ્રદેશના વેપારીઓ બાદ હવે પ્રદેશના લાખો લોકોને લૉકડાઉન દરમિયાન નોંધાયેલા કેસમાં મોટી રાહત આપવા જઈ રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) એ સામાન્ય લોકો પર કોવિડ 19 અને લૉકડાઉન તોડવાને લઈને નોંધાયેલા કેસને પરત લેવાના નિર્દેશ આપ્યા છે. તેનાથી પ્રદેશના 2.5 લાખથી વધુ લોકોને મોટી રાહત મળશે. 

કોવિડ 19 (covid 19) અને લૉકડાઉન તોડવાના મામલામાં પોલીસ અને કચેરીના ચક્કર લગાવી રહેલા ઉત્તર પ્રદેશના લાખો લોકો તથા વેપારીઓને જલદી તેનાથી છુટકારો મળી જશે. સરકારે પ્રદેશભરના પોલીસ સ્ટેશનમાં લૉકડાઉન દરમિયાન નોંધાયેલા કેસને પરત લેવાના નિર્દેશ જાહેર કર્યા હતા. હાલમાં સરકારે પ્રદેશના વેપારીઓ વિરુદ્ધ લૉકડાઉન દરમિયાન નોંધાયેલા કેસ પરત લેવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ કાયદા મંત્રી બૃજેશ પાઠકે વેપારીઓ પર નોંધાયેલા કેસની વિગત મેળવવા અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. રાજ્ય સરકારનું માનવું છે કે કોવિડના કેસથી સામાન્ય લોકોને બિનજરૂરી મુશ્કેલી ઉઠાવવી પડશે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ પરત લીધા બાદ લોકોને આ મુશ્કેલીમાંથી મુક્તિ મળી જશે. 

ઉત્તર પ્રદેશ બનશે પ્રથમ રાજ્ય
કોરોના સંક્રમણ દરમિયાન લાગેલા લૉકડાઉનના ઉલ્લંઘનમાં પ્રદેશના હજારો વેપારીઓની સાથે સામાન્ય લોકો વિરુદ્ધ વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલા સરકારે વેપારીઓ પર કેસ પરત લેવાની અને હવે સામાન્ય લોકો પર થયેલા કેસ પરત લેવાની જાહેરાત કરી છે. તો દેશમાં ઉત્તર પ્રદેશ એવું પ્રથમ રાજ્ય છે, જેણે વેપારીઓ અને સામાન્ય લોકો પર લૉકડાઉન દરમિયાન થયેલા કેસને પરત લેવાના નિર્દેશ જારી કર્યા છે. 

કોવિડ પ્રોટોકોલ તોડવા અને લૉકડાઉનના ઉલ્લંઘનના કેસ પરત લેનાર યૂપી પ્રથમ રાજ્ય છે. સરકાર આ કેસ પરત લઈને વેપારીની સાથે સામાન્ય લોકોને મોટી રાહત આપવા જઈ રહી છે. તો સાથે ભવિષ્યમાં આવી સ્થિતિમાં સાવધાની રાખવાની ચેતવણી પણ આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news