નવી દિલ્હીઃ Kisan Sansad: ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કેન્દ્રના નવા કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરતા 200 કિસાનોના એક સમૂહે દિલ્હીના જંતર મંતર પર ગુરૂવારે કિસાન સંસદ શરૂ કરી. જંતર મંતર, સંસદ ભવનથી થોડે દૂર સ્થિત છે જ્યાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. 200થી વધુ કિસાનોએ પોતાની કિસાન સંસદનો પ્રથમ દિવસ ગુરૂવારે સાંજે આશરે 4 કલાકે જંતર મંતર પર સમાપ્ત કર્યુ હતું. પોતાના દિવસભરના આંદોલનને સમાપ્ત કર્યા બાદ પ્રદર્શનકારીઓએ કહ્યું કે 200થી વધુ કિસાન શુક્રવારે ફરી જંતર મંતર પર ભેગા થશે કારણ કે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન દરરોજ વિરોધ કરવાની યોજના બની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ગુરૂવારે કિસાનોને આંદોલનનો રસ્તો છોડી વાતચીત માટે આવવાનો આગ્રહ કર્યો છે. તોમરે કહ્યુ કે, દેશભરના કિસાનોએ ત્રણ કૃષિ કાયદાનું સમર્થન કર્યુ છે. તો કિસાનોએ કહ્યું કે, કિસાન સંસદ આયોજીત કરવાનો ઉદ્દેશ્ય તે પ્રદર્શિત કરવાનો છે કે તેનું આંદોલન હજુ ચાલી રહ્યું છે તથા કેન્દ્રને તે સંદેશ આપવા ઈચ્છે છે કે સંસદ કઈ રીતે ચલાવવામાં આવે છે. પોલીસે જણાવ્યું કે, પ્રદર્શનને ધ્યાનમાં રાખી સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી અને હજારો કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.


આ પણ વાંચોઃ Covid-19 : કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં નવી ચિંતા, હવે લીવરમાં થઈ રહ્યું છે ઇન્ફેક્શન


કિસાન નેતા રમિંદર સિંહ પટિયાલાએ કહ્યુ- (કિસાન) સંસદના ત્રણ સત્ર હશે. છ સભ્યોની પસંદગી કરવામાં આવી છે, જેને ત્રણ સત્ર માટે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર બનાવવામાં આવશે. પ્રથમ સત્રમાં કિસાન નેતા હન્નાન મુલ્લા અને મંજીત સિંહને આ પદો માટે પસંદ કરવામાં આવ્યા છે. 


અન્ય નેતા શિવ કુમાર કક્કાએ કહ્યુ કે, ગણતંત્ર દિવસની ઘટના બાદ આ વખતે કિસાનોએ ઓછી સંખ્યામાં એકત્ર થવાનો નિર્ણય કર્યો છે. તેણણે કહ્યું ન તો અમે અને ન સરકાર ભારે ભીડ પ્રત્યે સહજ છે. ભોજનાવકાશ અને ચા માટે પણ અવકાશ પડશે તથા અમારી પાસે બધુ છે. તેમણે કિસાન સંસદની જરૂરીયાત વિશે વિસ્તારથી જણાવતા કહ્યું કે, મીડિયા દેશભરમાં કોવિડની સ્થિતિનું રિપોર્ટિંગ કરી રહ્યું છે અને તે સંદેશ જઈ રહ્યો છે કે કિસાન આંદોલન અંતિમ શ્વાસ લઈ રહ્યું છે. 


આ પણ વાંચોઃ Punjab: કાલે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સિદ્ધુની તાજપોશી, સામેલ થશે CM અમરિંદર


કક્કાએ કહ્યુ- કિસાન સંસદ દ્વારા અમે જોયુ કે આંદોલન હજુ જીવંત છે અને અમે અમારો અધિકાર લઈને રહીશું. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યુ કે, આઠ મહિના બાદ સરકારે સ્વીકાર કર્યુ કે દિલ્હીની સરબદો પર બેઠેલા લોકો કિસાન છે. તેમણે કહ્યું- કિસાન જાણે છે કે સંસદ કઈ રીતે ચલાવવી છે. જે લોકો સંસદમાં બેઠા છે- ભલે તે વિપક્ષના હોય કે સરકારના, જો તે લોકો અમારા મુદ્દા નહીં ઉઠાવે તો અમે તેના સંસદીય વિસ્તારમાં અમારો અવાજ ઉઠાવીશું. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube