Punjab: કાલે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સિદ્ધુની તાજપોશી, સામેલ થશે CM અમરિંદર
Punjab News: પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ (Amarinder Singh) શુક્રવારે તે કાર્યક્રમમાં સામેલ થશે જ્યાં નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) ઔપચારિક રૂપથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનો કાર્યભાર સંભાળશે.
Trending Photos
ચંડીગઢઃ Punjab News: પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ (Amarinder Singh) શુક્રવારે તે કાર્યક્રમમાં સામેલ થશે જ્યાં નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) ઔપચારિક રૂપથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનો કાર્યભાર સંભાળશે. નવ નિયુક્ત ચાર કાર્યકારી અધ્યક્ષોમાંથી એક કુલજીત સિંહ નાગરાએ આ વાતની પુષ્ટિ કરી અને કહ્યુ કે તેમણે મુખ્યમંત્રીને પદભાર સંભાળવાના કાર્યક્રમ માટે ઔપચારિક નિમંત્રણ આપ્યુ છે.
છેલ્લા કેટલાક સમયથી સિદ્ધુ અને અમરિંદર વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે. અમૃતસર (પૂર્વ) ધારાસભ્ય સિદ્ધુએ પવિત્ર ગ્રંથની અશિષ્ટતા માટે મુખ્યમંત્રી પર નિશાન સાધ્યુ હતું. મુખ્યમંત્રીએ સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવવાનો વિરોધ કર્યો હતો અને કહ્યુ હતુ કે જ્યાં સુધી સિદ્ધુ તેમની વિરુદ્ધ અપમાનજક ટ્વીટ માટે માફી નહીં માગે તે તેને મળશે નહીં. સિદ્ધુ શુક્રવારે અહીં પંજાબ કોંગ્રેસ ભવનમાં ઔપચારિક રૂપથી ચાર કાર્યકારી અધ્યક્ષોની સાથે પંજાબ કોંગ્રેસ કમિટીનો કાર્યભાર સંભાળશે.
અમરિંદર સિંહ અને પાર્ટીના અન્ય ધારાસભ્યો પહેલા પંજાબ ભવનમાં ભેગા થશે. ત્યારબાદ પદભાર ગ્રહણ કરવાના કાર્યક્રમ સ્થળ પંજાબ કોંગ્રેસ ભવન જશે. અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC) ના પંજાબ પ્રભારી હરીશ રાવત આ કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે.
એક દિવસ પહેલા પંજાબ કોંગ્રેસના નવનિયુક્ત અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુના આવાસ પર પાર્ટીના આશરે 60 ધારાસભ્યો તેમને મળવા પહોંચ્યા હતા. જેને મુખ્યમંત્રી સાથે સિદ્ધુના ચાલી રહેલા વિવાદ વચ્ચે શક્તિ પ્રદર્શન ગણવામાં આવી રહ્યું છે. પંજાબ વિધાનસભામાં કોંગ્રેસના 80 ધારાસભ્યો છે.
ત્યારબાદ સિદ્ધુની સાથે પાર્ટીના ધારાસભ્યો ગોલ્ડન ટેમ્પલ દર્શન કરવા પહોંચ્યા, જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસ સમર્થક હાજર રહ્યા હતા. સિદ્ધુ અને ધારાસભ્યો દુર્ગિયાના મંદિર અને રામ તીરથ સ્થળ પણ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે