Injuries on KK Forehead and around his Mouth: જાણીતા સિંગર કેકેનું મંગળવારે મોડી રાતે એક લાઈવ કોન્સર્ટ દરમિયાન હાર્ટ એટેકથી દુ:ખદ નિધન થયું. હવે એક અન્ય ચોંકાવનારા સમાચાર એ આવ્યા છે કે કેકેના માથા પર ઈજાના નિશાન મળી આવ્યા છે જેને લઈને કોલકાતા પોલીસે કેસ દાખલ કર્યો છે. કેકેના માથા અને ચહેરાના ભાગ પર ઈજાના નિશાન મળ્યા હોવાનું કહેવાય છે. જો કે પોસ્ટમોર્ટમ બાદ જ વિગતો સ્પષ્ટ થઈ શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પણ આ બાજુ સૂત્રોનું એવું કહેવું છે કે કેકેને બે ઈજા જોવા મળી છે. એક ઈજા તેમના માથાના  ભાગે અને બીજી ઈજા તેમને મોઢા પાસે થઈ છે. પોસ્ટમોર્ટમ બાદ જ ઈજા વિશે વધુ માહિતી મળી શકશે. ડોક્ટરોનું પણ કહેવું છે કે પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું અસલ કારણ જાણી શકાશે. 


કેકેના મૃત્યુ મામલે કોલકાતાના ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશનમાં અપ્રાકૃતિક મોતનો કેસ દાખલ કરાયો છે. પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે શું ઓડિટોરિયમમાં લોકની સંખ્યા મર્યાદિત સંખ્યા કરતા વધુ હતી કે નહીં. એસી બરાબર કામ કરતું હતું કે નહીં. આ ઉપરાંત પોલીસ જે રીતે કેકે પરફોર્મન્સ દરમિયાન બીમાર પડ્યા એ બાબતે પણ ગંભીરતાપૂર્વક તપાસ કરી રહી છે. 


સિંગર KK ના અંતિમ શોનો Video વાયરલ, સ્ટેજ પર બગડી હતી તબિયત, સ્પોર્ટલાઈટ બંધ કરવા કહ્યું


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube