રાફેલની આ ક્ષમતા તેને બનાવે છે સૌથી શક્તિશાળી ફાઇટર જેટ, જાણો તેની 10 વિશેષતાઓ
ભારતીય સેના ઘાતક હથિયાર પરમાણુ હુમલા માટે સક્ષમ પહેલા પણ હતી પરંતુ હવે વાયુસેનાનું બાહુબલી રાફેલ ભારતની તાકાત વધુ મજબૂત કરશે. રાફેલની પરમાણુ મિસાઇલ લઈ જવાની ક્ષમતા તેને ખાસ બનાવે છે.
અંબાલાઃ આજથી ભારતીય સૈન્ય શક્તિમાં મોટો વધારો થયો છે. ફ્રાન્સથી આવેલા પાંચ રાફેલ વિમાન આજે ઔપચારિક રીતે એક સેરેમનીમાં ભારતીય વાયુસેનામાં સામેલ કરી દેવામાં આવ્યા છે. અંબાલા એરબેઝ પર સવારે 10.20 કલાકે રાફેલની ઇંડક્શન સેરેમનીમાં તેને વાયુસેનામાં સોંપવામાં આવ્યા છે. આ સમયે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ફ્રાંસના રક્ષામંત્રી ફ્લોરેન્સ પાર્લે મુખ્ય અતિથિના રૂપમાં હાજર રહેશે. ભારત ચીનની સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત માટે આ સિદ્ધિ ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
રાફેલ વિમાનની વિશેષતાઓ
1. રાફેલ એક એવું ફાઈટર વિમાન છે જેને દરેક પ્રકારના મિશન પર મોકલી શકાય છે. ભારતીય વાયુસેનાની તેના પર ઘણા સમયથી નજર હતી.
2. તે એક મિનિટમાં 60 હજાર ફૂટની ઉંચાઈ પર જઈ શકે છે. તેની ફ્યુલ કેપેસિટી 17 હજાર કિગ્રા છે.
3. રાફેલ જેટ દરેક ઋતુમાં એક સાથે અનેક કામ કરવામાં સક્ષમ છે, આથી તેને મલ્ટિરોલ ફાઈટર એરક્રાફ્ટના નામથી પણ ઓળખાય છે.
4. તેમાં સ્કાલ્પ મિસાઈલ થે જે હવામાંથી જમીન પર વાર કરવામાં સક્ષમ છે.
5. રાફેલની મારક ક્ષમતા 3700 કિમી સુધી છે જ્યારે સ્કાલ્પની રેન્જ 300 કિમી છે.
6. વિમાનમાં ફ્યુલ ક્ષમતા 17000કિગ્રા છે.
7. તે એન્ટી શિપ એટેકથી લઈને પરમાણુ એટેક, ક્લોઝ એર સપોર્ટ અને લેઝર ડાઈરેક્ટ લોન્ગ રેન્જ મિસાઈલ એટેકમાં પણ અવ્વલ છે.
8. તે 24500 કિગ્રા સુધીનું વજન લઈ જવા માટે સક્ષમ છે અને 60 કલાકની વધારાની ઉડાણ ભરી શકે છે.
9. તેની સ્પીડ 2223 કિમી પ્રતિ કલાક છે.
10. જો ચાઇનીઝ J-20 અને ભારતના રાફેલની તુલના કરીએ તો રાફેલ ઘણા મામલામાં J-20 પર ભારે પડે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube