જોધપુર:  આમ તો ગણપતિ બાપા ગણેશની અનેક સ્વરૂપે પૂજા થતી હોય છે. ગણેશજી અનેક નામથી ઓળખાય છે. પરંતુ અહીં તમને ગણેશજીના એવા રૂપ અંગે જણાવીએ છીએ જેમને ભક્તો 'ઈશ્કિયા ગણેશ' કહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જી હા... જોધપુરના અંદર સાંકડી ગલીઓમાં આવેલા આ ગણેશ મંદિર અંગે એવી માન્યતા છે કે અહીં આવીને મન્નત માંગનારાઓનો પ્રેમ ખુબ વધે છે. ઈશ્કિયા ગજાનન મંદિરમાં પ્રેમી યુગલની દરેક કામના પણ પૂરી થાય છે. આ ગણેશ પ્રેમ કરનારાઓનું મિલન કરાવે છે. 


100 વર્ષ જૂનું છે મંદિર
આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિર લગભગ 100 વર્ષ જૂનું છે. જોધપુરની અંદર સાંકડી ગલીઓમાં આવેલા આ મંદિર અંગે એવી માન્યતા છે કે કોઈ પણ પ્રેમી કપલ અહીં દર્શન માટે સતત આવે તો તેમનું જીવન લગ્નના ગઠબંધનમાં બંધાઈ જાય છે. આ માન્યતાને ધ્યાનમાં રાખતા યુવક યુવતીઓ પહેલા તો ચોરી છૂપે આ મંદિરમાં આવીને સમય પસાર કરતા હતાં. ત્યારથી આ મંદિર પ્રેમી જોડા માટે મિલનનું સ્થળ બની ગયું અને પ્રેમીઓ પોતાના સાથીને મળવા માટે શહેરના આ  પ્રસિદ્ધ મંદિરમાં જવા લાગ્યાં. જેના કરાણે આ મંદિરનું નામ ગણપતિથી 'ઈશ્કિયા ગણેશ'ના નામથી પ્રસિદ્ધ થયું. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...