નવી દિલ્હી : પાંચ રાજ્યોમાં થયેલા વિધાનસભા ઈલેક્શન (Assembly elections 2018)માં અંદાજે દરેક સરકારને સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડી રહ્યો છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તાધારી બીજેપી મતગણનાના શરૂઆતના પરિણામોમાં ખરાબ રીતે પછાડતી નજર આવી રહી છે. તો મધ્યપ્રદેશમાં સત્તાધારી બીજેપીને કોંગ્રેસના કડક મુકાબલોનો સામનો કરવો પડી રહ્યો છે. તો મિઝોરમમાં સત્તાધારી કોંગ્રેસ ઈલેક્શનમાં ખરાબ રીતે ગગડી છે. આ રીતે જોવા જઈએ તો, પાંચ રાજ્યોના વિધાનસભા ઈલેક્શનમાં એકમાત્ર તેલંગણા એવું રાજ્ય છે, જ્યાં મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવની પાર્ટી ટીઆરએસ સત્તામાં જબરદસ્ત વાપસી કરતી નજર આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરૂઆતના પરિણામોમાં ટીઆરએસને એકતરફી વોટ મળતા દેખાયા છે. આ પરિણામ બતાવે છે કે, આખરે કે.ચંદ્રશેખર રાવ (કેસીઆર)એ કેમ નક્કી કરેલ સમયથી આઠ મહિના પહેલા રાજ્યમાં વિધાનસભા ઈલેક્શન કરાવ્યા. હકીકતમાં, આ નવા બનેલા રાજ્ય માટે કેસીઆર બહુ જ મહત્વના છે. તેઓ ન માત્ર મુખ્યમંત્રી છે, પરંતુ રાજ્યનું ગઠન કરવા માટે તેમણે પોતાના જીવની બાજી લગાવી હતી. આ તેમના આમરણ ઉપવાસની અસર છે, કે તેલંગણા રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. 


જો કેસીઆરના કરિયર પર નજર કરીએ તો તેલંગનાની માંગ પર તેમણે તેલુગુદેશમ પાર્ટી છોડી અને તેલંગના રાષ્ટ્ર સમિતિ પાર્ટીનું ગઠન કર્યું. પોતાની રાજનીતિક જરૂરિયાતના હિસાબે તેમણે ટીડીપી, કોંગ્રેસ અને કમ્યુનિસ્ટ પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું.


Telangana Election Result LIVE : તેલંગણા ચૂંટણી પરિણામ 2018, જુઓ લાઇવ


તેમણે પોતાના કરિશ્મા પર એટલો ભરોસો છે કે, સામાન્ય નેતા ન કહી શકે તેવી વાતો પણ તેઓ નાગરિકોની વચ્ચે કહેતા અચકાતા નથી. કેસીઆરએ અલ્પસંખ્યકો માટે 12 ટકા આરક્ષણની વાત કહી હતી. પરંતુ જ્યારે ઈલેક્શન પહેલા એક સભામાં જ્યારે એક મુસ્લિમ યુવકે તેમને પૂછ્યું કે, તમે આરક્ષણ ક્યારે આપશો, તો કેસીઆરએ કહ્યું કે, જો તમે મુસલમાનને 12 ટકા આરક્ષણની વાત કરી રહ્યા છો તો ચૂપચાપ બેસી જાઓ. 


Rajasthan election Result Live: રાજસ્થાન ચૂંટણી પરિણામ જુઓ લાઇવ


આવું કહેવા છતાં કેસીઆરને મુસલમાનોનું સમર્થન મળ્યું છે. કોંગ્રેસે આ માટે જ ક્રિકેટર મોહંમદ અઝહરુદ્દીનને તેલંગાનાના કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા. પરંતુ અહીં તેમનો દાવ ચાલ્યો નહિ. તેલંગણાનો ટ્રેન્ડ એકતરફી કેસીઆર સાથે જઈ રહ્યો છે.


Mizoram Election Result LIVE : મિઝોરમ ચૂંટણી પરિણામ 2018, જુઓ લાઇવ- શરૂઆતી ટ્રેંડમાં MNF આગળ


કેસીઆર માટે તેલંગણાની લડાઈ આસાન થઈ ગઈ કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જેવી તાકાત એમપી, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસને જીતાડવા માટે જેટલી તાકાત લગાવી, તેટલી તેલંગણામાં ન લગાવી. આ વખતે કોંગ્રેસ તેલુગુદેશમ પાર્ટીની સાથે ગઠબંધન બનાવવા માટે મેદાનમાં ઉતરી હતી. પંરતુ એક તરફ કોંગ્રેસની આંતરિક ફૂટ અને બીજી તરફ ટીડીપીનું શરૂઆતથી જ તેલંગના વિરોધી વલણ કોંગ્રેસની વિરુદ્ધ ગયું હતું. 


છત્તીસગઢ ચૂંટણી પરિણામ Live: કોંગ્રેસ 62 સીટો પર આગળ, ભાજપ માત્ર 19 પર


ગત ચાર વર્ષમાં નવા બનેલા રાજ્યમાં ટીઆરએસએ તેજીથી વિકાસ કાર્યો પણ કર્યા છે. તેઓ સતત જનતાની વચ્ચે રહ્યાં છે. સમય પહેલા વિધાનસભા ભંગ કરાવીને તેમને એક ફાયદો એવો પણ થયો કે, એન્ડ ઈલેક્શન સુધી તેઓ જાહેરાતો અને વિકાસકાર્યો કરતા રહ્યાં. જ્યારે કે સામાન્ય પરિસ્થિતિઓમાં સરકાર આવું નથી કરતી શક્તી.