આપણા દેશ ભારતમાં રહસ્યમય અને પ્રાચીન મંદિરોની કોઈ કમી નથી. કઈક એવું જ મંદિર રાજસ્થાનમાં છે. જ્યાં સાંજ પડતા જ લોકો ત્યાંથી ભાગી જાય છે. આ મંદિરમાં રાત રોકાવવાની તો કોઈ ભૂલેચૂકે ભૂલ નથી કરતું. તેની પાછળ કારણ છે તે પણ એકદમ રોચક છે. લોકોનું એવું માનવું છે કે આ મંદિરમાં રાતે જે પણ રોકાય છે તે પથ્થર બની જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલા આ મંદિરને કિરાડુ મંદિર તરીકે ઓળખે છે. અત્રે જણાવવાનું કે આ મંદિરને રાજસ્થાનનું ખજૂરાહો પણ કહે છે. દક્ષિણ ભારતીય શૈલીમાં બનેલું આ મંદિર વિશ્વભરમાં તેના સ્થાપત્ય માટે પ્રસિદ્ધ છે. કહેવાય છે કે 1161 ઈસવીસન પૂર્વે આ જગ્યાનું નામ કિરાટ કૂપ હતું. 


કિરાડુ પાંચ મંદિરોની એક શ્રૃંખલા છે. જેમાંથી વિષ્ણુ મંદિર, અને શિવ મંદિર (સોમેશ્વર મંદિર) જ થોડી સારી હાલતમાં છે. જ્યારે બાકીના મંદિર ખંડેરમાં ફેરવાઈ ચૂક્યા છે. આ મંદિરોનું કોણે નિર્માણ કરાવ્યું હતું તે હજુ કોઈ જાણતું નથી. પરંતુ મંદિરોની બનાવટ જોઈને લાગે છે કે આ મંદિરને  કદાચ દક્ષિણના ગુર્જર-પ્રતિહાર વંશ, સંગમ વંશ કે પછી ગુપ્ત વંશના કાળમાં બનાવવામાં આવ્યું હશે. 


Corona: ભારતના ગામડાઓમાં ઘૂસી ગયેલા હઠીલા કોરોના પર કાબૂ મેળવવા સરકારે કમર કસી, લીધુ આ મોટું પગલું


કિરાડુ મંદિર અંગે એક માન્યતા એવી પણ છે કે અનેક વર્ષ પહેલા એક સિદ્ધ સાધુ પોતાના કેટલાક શિષ્યો સાથે આવ્યા હતા. એક દિવસ તેઓ પોતાના શિષ્યોને ત્યાં જ છોડીને ભ્રમણ માટે જતા રહ્યા. આ બધા વચ્ચે એક શિષ્યની તબિયત બગડી. ત્યારબાદ બાકીના શિષ્યોએ ગ્રામીણો પાસે મદદ માંગી, પરંતુ કોઈએ તેમની મદદ કરી નહીં. ત્યારબાદ જ્યારે સિદ્ધ સાધુ ત્યા આવ્યાં તો તેમને બધી વાતની ખબર પડી. જેના કારણે તેઓ ગુસ્સે થઈ ગયા અને ગામવાળાને શ્રાપ આપ્યો કે સૂર્યાસ્ત થયા બાદ બધા પથ્થર બની જાય. 


Corona ની બીજી લહેરમાં કહેર વર્તાવનારા B1617 વેરિએન્ટનો ખાતમો કરવા માટે સક્ષમ છે Covaxin, સ્ટડીમાં ખુલાસો


આ બાજુ એક માન્યતા એવી પણ છે કે એક મહિલાએ સાધુના શિષ્યોની મદદ કરી હતી આથી તે સાધુએ મહિલાને કહ્યું હતું કે તે સાંજ પડતા પહેલા ગામ છોડીને જતી રહે અને પાછળ વળીને જુએ નહીં.  પરંતુ મહિલા ન માની અને પાછળ વળીને જોવા લાગી. ત્યારબાદ તે પથ્થર બની ગઈ. મંદિરની થોડે દૂર તે મહિલાની મૂર્તિ પણ સ્થાપિત છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube