જ્યારે જ્યારે મહિલાઓ માટે કોન્ટ્રાસેપ્ટિવ યૂઝ કરવાની વાતો આવે છે ત્યારે મોટા ભાગની મહિલાઓ ગર્ભનિરોધક ગોળીઓનો જ ઉપયોગ કરતી હોય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ફક્ત પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ માટે પણ ફીમેલ કોન્ડોમ માર્કેટમાં ઉપલબ્ધ છે. જો તમારો પાર્ટનર કોન્ડોમ યૂઝ કરતા અચકાતો હોય અને તમે ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરવા ન માંગતા હોવ તો ફીમેલ કોન્ડોમ યૂઝ કરી શકો છો. પરંતુ આ અંગે બધી વિગતો જાણવી જરૂરી છે. કારણ કે તેના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં એચએલએલ લાઈફકેર લિમિટેડ (HLL) નામની કંપનીએ વેલવેટ બ્રાન્ડથી મહિલાઓ માટે ફીમેલ કોન્ડોમ લોન્ચ કર્યુ છે. જે મહિલાઓને પૂરેપૂરી સુરક્ષા આપે છે અને મહિલાઓને શારીરિક સંબંધ બનાવવામાં મદદ કરે છે. ફીમેલ કોન્ડોમ મહિલાઓને સશક્ત બનાવે છે. તે મહિલાઓને ગર્ભધારણ રોકવામાં તો મદદ કરે જ છે પરંતુ સાથે સાથે એચઆઈવી/એડ્સ સામે બેવડી સુરક્ષા આપે છે. 


ફીમેલ કોન્ડોમ કે જેને ફેમિડોમ પણ કહે છે કે તે સોફ્ટ અને પાતળા પ્લાસ્ટિકનું બનેલું હોય છે. જેને પોલિયૂરેથેન કહે છે. ઈન્ટરકોર્સ દરમિયાન સ્પર્મને ગર્ભાશટ સુધી પહોંચતા રોકવા માટે તેને વજાયનામાં લગાવવામાં આવે છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો વણમાગ્યા ગર્ભની સાથે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસિઝ એટલે કે STDથી પણ 95 ટકા સુરક્ષા મળે છે. 


કેવી રીતે પ્રોપર યૂઝ કરાય
જે રીતે ટેમ્પૂનને વજાઈનાની અંદર ઈન્સર્ટ  કરવામાં આવે છે તે જ રીતે ફીમેલ કોન્ડોમને પણ પ્રાઈવેટ પાર્ટની અંદર ઈન્સર્ટ કરવામાં આવે છે. તેમાં કોન્ડોમની ઈનર રિંગને અંદરની બાજુ જ્યારે આઉટર રિંગને બહારની બાજુ રખાય છે. 


ફાયદા:


  • યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો બંને પાર્ટનર STD, STI અને HIV જેવા ઈન્ફેક્શનથી બચે છે.

  • ગર્ભધારણથી બચવાનો કારગર ઉપાય છે.

  • તેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી.

  • મેલ કોન્ડોમની જેમ જ તેને પણ સેક્સ પહેલા ક્યારે પણ યૂઝ  કરી શકાય છે. 


ફીમેલ કોન્ડોમના ગેરફાયદા


  • કેટલાક કપલ્સનું માનવું છે કે સેક્સ વખતે કોન્ડોમ લગાવવાથી તેમનો આખો અનુભવ ખરાબ થઈ જાય છે. 

  • ફીમેલ કોન્ડોમ આમ તો મજબુત હોય છે પંતુ જો યોગ્ય રીતે ઉપયોગ ન કરાય તો તે ફાટી પણ શકે છે. 

  • ફીમેલ કોન્ડોમ માર્કેટમાં બહુ ઓછા મળે છે આથી તે ખુબ મોંઘા હોય છે. 


  •