અનેક સ્થળે નોકરી કરી કરોડો કમાનાર અનામિકા શુક્લા પોતે છે બેરોજગાર, ઠગે કરોડોની કમાણી કરી
ઉત્તરપ્રદેશમાં ગત્ત એક અઠવાડીયાથી ચર્ચામાં રહેલી અનામિકા શુક્લા મંગળવારે સામે આવી છે. યૂપીના ગોડા જિલ્લાની રહેવાસી અનામિકા શુકલાએ કોઇ પણ જિલ્લામાં નોકરી નથી કરી અને તે આજે પણ બેરોજગાર છે. મંગળવારે ગોડામાં બેસિક શિક્ષણ અધિકારીની સામે આવેલી અનામિકા શુક્લા નામની મહિલાએ દાવો કર્યો કે તે નોકરી નથી કરતી, પરંતુ તેનૈ શૈક્ષિક ડોક્યુમેન્ટનો દુરૂપયોગ કરવામાં આવ્યો છે.
ગોંડા : ઉત્તરપ્રદેશમાં ગત્ત એક અઠવાડીયાથી ચર્ચામાં રહેલી અનામિકા શુક્લા મંગળવારે સામે આવી છે. યૂપીના ગોડા જિલ્લાની રહેવાસી અનામિકા શુકલાએ કોઇ પણ જિલ્લામાં નોકરી નથી કરી અને તે આજે પણ બેરોજગાર છે. મંગળવારે ગોડામાં બેસિક શિક્ષણ અધિકારીની સામે આવેલી અનામિકા શુક્લા નામની મહિલાએ દાવો કર્યો કે તે નોકરી નથી કરતી, પરંતુ તેનૈ શૈક્ષિક ડોક્યુમેન્ટનો દુરૂપયોગ કરવામાં આવ્યો છે.
કોરોનાના કેસમાં ભારતની સ્થિતિ બીજા ઘણા દેશો કરતાં સારી: ડો હર્ષવર્ધન
શુક્લાએ બેસિક શિક્ષણ અધિકારી ડો ઇન્દ્રજીત પ્રજાપતીને પોતાનાં અસલી પ્રમાણપત્રો દેખાડતા કહ્યું કે, ક્યાંય પણ નોકરી નહી કરવાનો દાવો કર્યો છે. તેણે કહ્યું કે, કસ્તુરબા ગાંધી આવાસીય બાલિકા વિદ્યાલયમાં વિજ્ઞાનનાં શિક્ષક માટે સુલ્તાનપુર, જૌનપુર, બસ્તી, મિર્ઝાપુર તથા લખનઉમાં 2017માં અરજી કરવામાં આવી હતી, પરંતુ ન તો કાઉન્સિલિંગમાં ભાગ લીધો ન તો તે નોકરી કરી રહી છે. અનામિકા શુક્લાએ આ અંગે એફીડેવિટ પણ કરી છે. જણાવ્યું કે, જ્યારે મીડિયામાં તેના વિશે ચર્ચા થવા લાગી ત્યારે તેણે નિર્ણય લીધો કે સત્યથી અવગત કરાવવા જોઇએ. જેથી તે અહીં આવી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ
દસ્તાવેજોના ખોટા ઉપયોગનો આરોપ
બીએસએ ડો. ઇન્દ્રજીતે જણાવ્યુ કે, અનામિકા શુક્લા આવ્યા હતા. તેમણે પોતાના અસલી પ્રમાણપત્રો પણ રજુ કર્યા. તેમના ડોક્યુમેન્ટનાં ખોટા ઉપયોગ બદલ તેમને ફરિયાદ દાખલ કરવા માટે જણાવ્યું છે. શુક્લાએ કહ્યું કે, તેના શૈક્ષણીક પ્રમાણપત્રોનો ખોટો ઉપયોગ અને તે મુદ્દે પકડાયેલી યુવતીએ અલગ અલગ સ્થળો પર નોકરીઓના સાચા હકદારોનો હક દબાવવાનું કામ કર્યું છે. તેણે આશંકા વ્યક્ત કરી કે, તેની પાછળ એક મોટુ રેકેટ ચાલતું હોઇ શકે છે. અનામિકા શુક્લાનું પિયર ગોંડાનાં ભુલઇહીડમાં છે. 2013માં પિતા સુભાષચંદ્ર શુક્લએ તેના લગ્ન ધાનેપુર દુર્ગેશ શુક્લની સાથે કર્યા હતા. હાલમાં તે સસુરાલમાં રહે છે અને તેના બે સંતાનો પણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube