દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)નો આજે કરવામાં આવેલો કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાહતની વાત એ છે કે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)નો આજે કરવામાં આવેલો કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાહતની વાત એ છે કે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તમને જણાવી દઇએ કે અરવિંદ કેજરીવાલને ગળામાં ખરાશ અને તાવની ફરિયાદ છે. તેમણે રવિવારે બપોરે પોતાને આઇસોલેટ કર્યા હતા. 

મુખ્યમંત્રી કેજરીવાલના ડાયાબિટીઝ પણ છે એટલા માટે ખાસકરીને સાવધાની વર્તવામાં આવી રહી છે. ખતરો પણ વધુ છે કારણે, દિલ્હી સચિવાલયમાં પણ અત્યાર સુધી કોરોનાના ઘણા કેસ સામે આવી ચૂક્યા છે. ડીડીએમએ, સ્વાસ્થ્ય વિભાગ અને જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને પણ કોરોના થઇ ચૂક્યો છે. 

દિલ્હી ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ પણ ફોન કરીને કેજરીવાલની ખબર અંતર પૂછ્યા હતા. પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ કેજરીવાલના જલદી સ્વસ્થ્ય થવાની કામના કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news