નવી દિલ્હીઃ ત્રણ તલાક (તલાક-એ-બિદ્દત) પર પ્રતિબંધ મુકવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલું બિલ લોકસભા પછી હવે રાજ્યસભામાં પણ બહુમતિ સાથે પસાર થઈ ગયું છે. હવે રાષ્ટ્રપતિ જ્યારે આ બિલ પર હસ્તાક્ષર કરશે ત્યારે તે કાયદો બની જશે અને આ સાથે જ બિલમાં કરવામાં આવેલી કાયદાકીય જોગવાઈઓ અમલમાં આવી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળવારે ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યું હતું. અહીં સૌથી પહેલા બિલને પસંદગી સમિતિને મોકલવાના પ્રસ્તાવ પર મતદાન થયું હતું, જેની તરફેણમાં 84 જ્યારે વિરોધમાં 100 વોટ પડ્યા હતા. ત્યાર પછી ટ્રિપલ તલાક બિલને પસાર કરવા માટે મતદાન યોજાયું હતું. જેમાં બિલને મંજૂરી આપવાની તરફેણમાં 99 વોટ પડ્યા હતા, જ્યારે વિરોધમાં 84 વોટ પડ્યા હતા. આમ, બહુમત સાથે આ બિલ રાજ્યસભામાં પસાર થઈ ગયું હતું. 


IAFના તરૂણ ચૌધરી વિંગસ્યૂટમાં આકાશમાંથી કૂદકો મારનારા ભારતના પ્રથમ પાઈલટ બન્યા 


NDAના 16 સાથી પક્ષોએ આ બિલનો બહિષ્કાર કર્યો હતો અને મતદાનમાં ભાગ લીધો ન હતો. જ્યારે વિરોધ પક્ષ તરફથી NCP, BSP, આમ આદમી પાર્ટીના સભ્યોએ આ બિલના વિરોધમાં ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. 


જાણો શું છે ટ્રિપલ તલાક બિલની જોગવાઈઓ....


  • દેશમાં હવે ટ્રિપલ તલાક એટલે કે એક સાથે ત્રણ વખત 'તલાક' શબ્દ બોલીને પત્નીને છુટાછેડા આપવા એક અપરાધ ગણાશે. 

  • ત્રણ વખત 'તલાક' બોલીને પત્નીને છૂટાછેડા આપનાર પતિને મહત્તમ 3 વર્ષની સજા થઈ શકે છે.

  • પીડીતા કે તેના સંબંધીઓ આવા તલાક બાબતે પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી શકે છે. 

  • હવે જો કોઈ પણ મુસ્લિમ પતિ તેની પત્નીને ત્રણ વખત 'તલાક' બોલીને છૂટાછેડા આપશે તો તે ગેર-કાયદે ગણાશે. એટલે કે, તેણે આપેલા તલાક માન્ય રહેશે નહીં. 

  • કોઈ પણ સ્વરૂપમાં આપેલી ત્રણ તલાક ગેર-કાયદે ગણાશે. 


સરકારે રચ્યો ઈતિહાસ, ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પણ પસાર 


  • જે કોઈ ત્રણ તલાક આપશે, તેને ત્રણ વર્ષની જેલની સજા અને દંડ પણ થઈ શકે છે. 

  • ત્રણ તલાક આપવા એ હવે બિનજામીનપાત્ર અને ગંભીર અપરાધ બની ગયો છે. 

  • ત્રણ તલાકથી પીડિત મહિલા પોતાના અને પોતાના સગીર વયના બાળકો માટે કોર્ટમાં ભરણ-પોષણનો દાવો કરી શકે છે. 

  • કેટલું ભરણ-પોષણ આપવું એ કોર્ટ નક્કી કરશે. 

  • મહિલા પોતાના સગીર વયના બાળકોની કસ્ટડી માટે પણ કોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે. 


શું તમે દુનિયાની સૌથી મોંઘી ચા અને તેની કિંમત વિશે જાણો છો? કરો ક્લિક.....


રાજ્યસભામાં ત્રણ તલાક બિલ પસાર થતાં વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, "એક પ્રાચીન અને મધ્યકાલિન પ્રથાને અંતે ઈતિહાસની કચરાપેટીમાં નાખી દેવાઇ છે. સંસદે ટ્રિપલ તલાક દેશમાંથી નાબૂદ કરી દીધા છે. મુસ્લિમ મહિલાઓ સાથે કરવામાં આવેલી એક ઐતિહાસિક ભૂલ સુધારી લેવાઈ છે. આ જાતિય ન્યાયનો વિજય છે, જે ભવિષ્યમાં સમાજમાં સમાનતા લાવશે. આજે ભારત માટે ખુશીનો દિવસ છે."


રાજ્યસભામાં ત્રણ તલાક બિલ પસાર થતાં કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, "આ ઐતિહાસિક દિવસ છે. બંને ગૃહે મુસ્લિમ મહિલાઓને ન્યાય આપ્યો છે. આ બદલતા ભારતની શરૂઆત છે."


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....