200 વર્ષમાં અંગ્રેજો કેટલું ધન લૂંટી ગયા? જવાબ સાંભળીને ચોંકી ઉઠશો !
200 વર્ષ સુધી ભારત પર રાજ કરી ચુકેલ બ્રિટિશરો અબજો રૂપિયાની સંપત્તી લૂંટી ગયા, 1945માં ભારતીયોની માથાદિઠ આવક 201.9 રૂપિયા હતી
મુંબઇ : ભારત આઝાદ થયે 70 વર્ષથી પણ વધારે વર્ષો થઇ ચુક્યા છે અને તે આઝાદીનાં 200 વર્ષની ગુલામી બાદ મળી છે. બ્રિટને આ 200 વર્ષમાં ભારતને ખુબ લૂંટ્યું અને ભારતની અબજો રૂપિયાની સંપત્તી લઇને ચાલી રહ્યા હતા. પરંતુ ક્યારેક ક્યારેક પોતાનો અંદાજો લગાવ્યો છે કે આ 200 વર્ષમાં ભારતની કેટલી સંપત્તીને લુંટી લેવામાં આવ્યા. આજે તમને તે સવાલનો જવાબ મળી જશે.
તમે સાંભળ્યું હશે કે ભારતને સોનાની ચીડીયા કહેવાય છે. જો કે બ્રિટિશ શાસન બાદ ભારતની ઘણી રકમ લુંટી લેવામાં આવી. આમ તો તેનો અંદાજ લગાવવો ખુબ જ મુસ્કેલ છે, પરંતુ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ઉત્સવા પટનાયકે તે સંભવિત રકમ ગણાવી છે, જેટલી સંભવત લુંટી લેવામાં આવી હોવાની શક્યતા છે. ભારત અને બ્રિટનની વચ્ચે રાજકોષીય સંબંધો પર સંશોધન કરનાર પટનાયકે નિબંધ લખ્યો છે જેમાં તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે આખરેબ્રિટિશ શાસકોએ ભારત પાસેથી કેટલા નાણા લૂંટ્યા છે. બ્રિટિશ શાસકોની તરફથી લુટી લેવામાં આવેલા ખજાનાનાં કારણે અર્થવ્યવસ્થા પર ઘણી અસર પડી છે.
200 વર્ષ સુધી દેશમાં અત્યાચાર કરનારા અંગ્રેજો પરત તો ફરી ગયા પરંતુ તેટલા સમયમાં તેમણે અમારી ઘણી રકમ લૂંટી લીધી. જાણીતા અર્થશાસ્ત્રી ઉત્સા પટનાયકે પોતાનાં નિબંધમાં લખ્યું કે અંગ્રેજોએ ભારતનાં આશરે 45 ટ્રિલિયન ડોલર (3,19,29,75,00,00,00,000.50 રૂપિયા) લૂંટી લીધા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્સા પટનાયકે આ નિબંધને કોલંબિયા યુનિવર્સિટી પ્રેસે પ્રકાશિત કર્યું છે. ઉત્સાએ જણાવ્યું કે, વર્ષ 1900-02 વચ્ચે ભારતમાં પ્રતિ વ્યક્તિની આવક 196.1 રૂપિયા હતી. જ્યારે વર્ષ 1945-46માં તે 201.9 રૂપિયા પહોંચી ગઇ હતી. તેમણે જણાવ્યું કે, અંગ્રેજોએ વર્ષ 1765થી 1938 સુધી કુલ 9.2 ટ્રિલિયન પાઉન્ડનો ખજાનો લૂંટ્યો હતો, જે 45 ટ્રિલિયન ડોલરનાં બરાબર છે.
ઉસ્તાએ પોતાનાં નિબંધમાં જણાવ્યું કે, અંગ્રેજોએ ભારતને લૂંટીને બર્બાદ કરી દીધું અને પોતાની શાન ઓ શોકત માટે ક્યારે ભારતનું નામ પણ નધી લીધું. જ્યારે કે અંગ્રેજો હાલ જેટલી શાન હોવાનું જણાવી રહ્યા છે તે પૈકી મોટા ભાગની તેઓ ભારતમાંથી જ લૂંટી ગયેલા છે.