પાણીથી કેન્સરની સારવારનું સત્ય શું છે? ZEE મીડિયાના સંવાદદાતાએ તપાસ કરી, જાણો સત્ય
દેશમાં ધર્મના નામે પાખંડની દુકાનો ચલાવતા અનેક લોકો મળી જશે. આવો એક પર્દાફાશ ઝી મીડિયા દ્વારા કરવામાં આવ્યો છે. પાણીથી કેન્સરની સારવાર કરવાનો દાવો કરતા એક બાબાની હકીકતો ઝીના કેમેરામાં કેદ થઈ છે. તમે પણ જાણો શું છે સત્ય...
નવી દિલ્હીઃ દેશમાં આજે ઠેર-ઠેર પાખંડની દુકાનો ચાલી રહી છે... ત્યારે ઝી ન્યૂઝની ટીમ પાખંડનો પર્દાફાશ કરવા જઈ રહી છે... જેના માટે અમારા સંવાદદાતા સત્યની તપાસ માટે બરેલીના મનોરા ધામ પહોંચ્યા... જ્યાં હજારો લોકોની ભીડ હતી... અને લોકો બોટલવાળા બાબાના દરબારમાં પોતાની સારવાર કરાવવા આવ્યા હતા... ત્યારે પાણીથી સારવાર પાખંડ છેકે ચમત્કાર?.. જોઈશું અહેવાલમાં...
બોટલના પાણીથી સારવાર
પાખંડ કે ચમત્કાર?
શું છે બરેલીના મનૌના ધામના બાબાનું રહસ્ય?
ઓમેન્દ્ર ચૌહાણનો દાવો, કેન્સરનો ચપટી વગાડતાં કરે છે ઈલાજ...
વિદેશમાં નથી જે રોગનો ઈલાજ, તે મનોના ધામમાં કેવી રીતે થાય છે સાજા?
મનૌના ધામમાં ચમત્કારના એવા-એવા દાવા, તમે વિશ્વાસ નહીં કરી શકો?...
શું આ કોઈ પાખંડ છે, આડંબર છે કે પછી કોઈ ચમત્કાર?
અંધવિશ્વાસની સામે અવાજ ઉઠાવવો, ભગવાન પર સવાલ ઉઠાવવો કેવો?
જો ભક્તોની સારવાર ફ્રીમાં તો લક્ઝરી ગાડીમાં કેવી રીતે ફરે છે બાબા?
આજે મનોના ધામના બાબા ઓમેન્દ્ર ચૌહાણના દરેક દાવાની ઝી મીડિયા કરશે તપાસ... મનૌના ધામ જઈને હકીકત લાવશે સામે... કેવી રીતે ગંભીરમાં ગંભીર બીમારીનો થાય છે ઈલાજ... શું આ લોકોના દર્દ-દુખ પર આડંબરનો મોટો ખેલ છે કે પછી કોઈ ચમત્કાર છે.... શું છે મનૌના ધામમાં પાણીથી સારવાર પાછળની હકીકત?... ઝી મીડિયાનો કેમેરા તેમને બધું બતાવશે... આજે ઝી મીડિયા ઓમેન્દ્ર ચૌહાણને પૂછશે તે સવાલ, જે વિશ્વાસ અને અંધવિશ્વાસની દરેક પોલ ખોલી નાંખશે...
શું પાણીથી કેન્સરની સારવાર શક્ય છે?...
શું પાણીથી ગંભીરમાં ગંભીર બીમારી છૂમંતર થઈ શકે છે?...
આવા સવાલ એટલા માટે કેમ કે બરેલીમાં મનૌના ધામમાં પાણીથી તમામ બીમારીઓને દૂર કરવા માટે ચમત્કારનો દાવો કરવામાં આવી રહ્યો છે... અને આ દાવો કરનારા વ્યક્તિનું નામ છે ઓમેન્દ્ર ચૌહાણ.. જે મનૌના ધામના મહંત છે....
તેમનો દાવો છે કે મનૌના ધામના ચમત્કારી પાણીથી કેન્સર જેવી બીમારીમાંથી લોકો સાજા થઈ રહ્યા છે... તે જે પાણીની બોટલને સ્પર્શ કરે છે.. તેને પીને ગંભીરમાંથી ગંભીર બીમારીઓ છૂમંતર થઈ જાય છે...
અનેક લોકો તેને ચમત્કાર માની રહ્યા છે... તો અનેક તેને પાખંડ કે આડંબર ગણાવી રહ્યા છે... પાણીથી સારવારને અંધવિશ્વાસ ગણાવી રહ્યા છે....
((શોટ્સ))
ઝી મીડિયાને જ્યારે મનૌના ધામના મહંત ઓમેન્દ્ર ચૌહાણના કથિત ચમત્કારો વિશે માહિતી મળી... તો તેના દાવાની તપાસ કરવા માટે અમારા સંવાદદાતા મનૌના ધામ પહોંચ્યા... અને આ બાબાના દરેક દાવાની તપાસ શરૂ કરી...
જ્યારે અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા તો પરેશાન લોકોની ભીડ એકઠી જોવા મળી... કોઈ કેન્સરનો દર્દી છે... તો કોઈ કિડનીની બીમારીથી ઝઝૂમી રહ્યો છે.... કોઈ પોતાના વર્ષો જૂના ઘૂંટણના દર્દની સારવાર કરાવવા માટે પહોંચ્યા છે.... કેટલાંક તો એવા છે જે માનસિક રીતે પરેશાન હોવાની વાત કરી રહ્યા છે....
મનૌના ધામની અંદર પહોંચ્યા તો અમને મહંત ઓમેન્દ્ર જોવા મળ્યા... તેમને ભીડે ઘેરી રાખ્યા હતા... લોકોના હાથમાં પાણીથી ભરેલી બોટલ હતી.... દરેક પોતાની બોટલને મહંત ઓમેન્દ્રના હાથથી સ્પર્શ કરાવી રહ્યા હતા.
ભક્તોનો મહંત પર એવો વિશ્વાસ છે કે કોઈ વ્હીલચેર પર તો કોઈ સ્ટ્રેચર પર સૂઈને આવ્યું છે... કેમ કે આ લોકોને મેડિકલ સાયન્સથી વધારે મહંત ઓમેન્દ્ર પર વિશ્વાસ જોા મળી રહ્યો છે... લોકો હાથમાં પાણીની બોટલ લઈને આવ્યા હતા... અને પોતાના વારાની રાહ જોઈ રહ્યા હતા....
દરેક જગ્યાએથી હતાશ લોકોને આશા છે કે અહીંયા આવીને તેમની મુશ્કેલીઓ દૂર થઈ જશે... અનેક તો એવા છે કે જેમની પાસે થોડાક દિવસનો સમય બચ્યો છે પરંતુ તે પણ ચમત્કારની આશામાં અહીંયા આવ્યા છે... એવામાં હવે સત્ય સામે લાવવું અત્યંત જરૂરી થઈ ગયું છેકે તે ચમત્કારની પાછળ ક્યાંક લોકોના દુખ-દર્દનો ફાયદો ઉઠાવવાનો તો નથી... આથી અમે સીધા મહંત ઓમેન્દ્રની પાસે પહોંચ્યા અને તેમના દાવા વિશે પૂછ્યું.. સાથે જ પાણીથી સારવારની સત્યતા વિશે જાણવાનો પ્રયાસ કર્યો....
ઝી મીડિયાએ મહંત ઓમેન્દ્રને સવાલ કર્યો કે વિજ્ઞાનના આ યુગમાં પાણીથી સારવાર કેવી રીતે શક્ય છે... ક્યાંક આ અંધવિશ્વાસ તો નથી.. તો મહંત ઓમેન્દ્રએ કહી દીધું કે આવા ચમત્કાર પર સવાલ ઉઠાવવા ભગવાન પર સવાલ ઉઠાવવા જેવું છે....
ઝી મીડિયાની તપાસ જેમ-જેમ આગળ વધી તો એક-એક પોલ ખૂલતી ગઈ... જ્યારે અમારી નજર ત્યાં લોકોના હાથમાં રહેલી બોટલ પર ગઈ તો બધી બોટલ એકજેવી લાગી.. તપાસમાં સામે આવ્યું કે ત્યાં પહોંચી રહેલા ભક્તોને 20 રૂપિયા લઈને આ બોટલ આપવામાં આવી રહી છે.... જ્યારે અમે મહંત ઓમેન્દ્રને આ અંગે પૂછ્યું તો તેમણે કંઈક આવો જવાબ આપ્યો.
મહંત ઓમેન્દ્ર હંમેશા દાવો કરે છે કે તે સારવાર માટે ભક્તો પાસેથી કોઈ પૈસા લેતા નથી... પરંતુ જ્યારે કોઈ મોંઘી ભેટ આપે છે તો તે ઈન્કાર કરતા નથી....
મહંત ઓમેન્દ્ર દાવો કરે છે કે તેમના પર બાબાના આશીર્વાદ છે... તેમના જ આશીર્વાદથી તે લોકોની બીમારીઓને સારી કરે છે... જ્યારે અમે તેમને પૂછ્યું કે શું તમને ડોક્ટરો પર વિશ્વાસ નથી?... તો તેમનો જવાબ પણ તમારે સાંભળવો જોઈએ...
ઝી મીડિયાની અત્યાર સુધીની તપાસમાં સ્પષ્ટ થઈ ગયું કે લોકોને ચમત્કાર બતાવવાનો દાવો કરનારા મહંત ઓમેન્દ્રને પણ જ્યારે જરૂર હોય છે ત્યારે તે ડોક્ટરની પાસે જાય છે.. અને લોકોને પણ પહેલાં ડોક્ટરને બતાવવાની સલાહ આપે છે... એટલે તે માને છે કે તેમના ચમત્કાર પહેલાં વિજ્ઞાન છે... અમે પણ લોકોને અપીલ કરીએ છીએ કે બાબાના ચમત્કારો પહેલાં તમે ડોક્ટરની સારવાર પર વિશ્વાસ કરો.... કેમ કે જો તમે કોઈ પાખંડી બાબાની જાળમાં ફસાઈ જશો તો મસમોટી કમાણી ગુમાવી દેશો અને જીવથી પણ હાથ ધોવાનો વારો આવી શકે છે..