નવી દિલ્હી: સનાતન પરંપરામાં દેવી-દેવતાઓની પૂજા કરવાની તમામ પ્રકારની વિધિઓ જણાવવામાં આવી છે. ઉદાહરણ તરીકે, કોઈ દેવતા માત્ર જળથી તો કોઈ માત્ર પત્તાથી તો કોઈ દૂર્વાથી જ પ્રસન્ન થયા છે. ત્યારે જ્યારે આપણે આરાધ્યની સાધના- આરાધના વિધિ- વિધાન સાથે કરીએ છે તો આપણને ઘણી વસ્તુની જરૂરિયાત પડે છે. પૂજાના ઘણાં નિયમોનું પાલન પણ કરવું પડે છે. જે દિવસ ખાસ અથવા અથવા સવાર અને સાંજની પૂજામાં શું કરવું જોઇએ. તો આવો જાણીએ કે કોઇપણ દેવી-દેવતાની શાસ્ત્રોચિત પૂજા કરતા સમયે આપણે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Navratri 2020: પાંચમા નોરતે કરો મા સ્કંદમાતાની આરાધના, જાણો મંત્ર અને તેમનું મહત્વ


હિન્દુ પૂજાના જરૂરી નિયમ
હિન્દુ ધર્મમાં પૂજા સંબંધી ઘણા નિયમ-ફાયદા બનાવવામાં આવ્યા છે. તેનું પાલન કરવાથી પૂજાનું યોગ્ય ફળ મળે છે. જાણો પૂજાના નિયમ.


આ પણ વાંચો:- નવરાત્રિમાં આ 11 કામ ભૂલેચૂકે ન કરતા...નહીં તો પસ્તાવાનો વારો આવશે


  • સનાતન પરંપરાને માનતા ઘરમાં ઓછામાં ઓછા પાંચ દેવિ-દેવતા અથવા ભગવાન ગણેશ, ભગવાન શિવ, દેવી દુર્ગા, ભગવાન સૂર્ય તેમજ ભગવાન વિષ્ણુની પૂજા અવશ્ય થવી જોઇએ. તેમણે ભગવાન સૂર્યની સાત, ભગવાન વિષ્ણુની ચાર, ગણપતિની ત્રણ, દુર્ગાજીની એક પરિક્રમા અને ભગવાન શિવની અડધી પરિક્રમા કરવી જોઇએ.

  • ઘરમાં ક્યારે પણ બે શિવલિંગ, ગણપતિની ત્રણ મૂર્તિ આતા ચિત્ર, બં શંખ, સૂર્યદેવના બે ચિત્ર અથવા મૂર્તિ અને બે શાલિગ્રામ ન રાખવા જોઇએ.

  • ઘરમાં ક્યારે પણ નટરાજ, ભૈરવ, રાહુ-કેતુ અને શનિદેવની મૂર્તિ સ્થાપિત કરવી જોઇએ નહીં. આ તમામ દેવતાઓને ઘરની બહાર મંદરિમાં જ પૂજા શુભ માનવામાં આવે છે.


આ પણ વાંચો:- Navratri 2020: ચોથે નોરતે કરો માતા કુષ્માંડાની પૂજા અર્ચના, સંકટમાંથી અપાવશે મુક્તિ!


  • તમારા આરાધ્યને પ્રસન્ન કરવા માટે તેમની પ્રિય વસ્તુઓ ચઢાવો. ભગવાન શિવને બિલિ પત્ર, ભગવાન વિષ્ણુને તુલસીના પાન, ગણપતિને દૂર્વા અને ભગવાન શૂર્યને લાલ કેનરના ફૂલ વધારે પસંદ છે.

  • પૂજા દરમિયાન શંખ અથવા ઘંટ વગાડવાથી તેના અવાજથી નકારાત્મકતા નષ્ટ થાય છે અને સકારાત્મકતા વધે છે. પરંતુ રાત્રિના સમયે કોઇપણ દેવી દેવતાની પૂજા કરતા સમયે શંખ અથવા ઘંટ વગાળવો જોઇએ નહીં. માન્યતા છે કે રાતના સમયે દેવી-દેવતા સુવા જાય છે, એવામાં તેમને જગાડવા પર દોષ લાગે છે.

  • દેવી દેવતાઓની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવ્યા વગર ચંદન-કંકુ લગાવવું જોઇએ નહીં. આ વાતનું પણ ધ્યાન રાખો કે દેવતાઓને હમેશાં અનામિકા આંગળીથી જ તિલક કરવામાં આવે છે.


આ પણ વાંચો:- Navratri 2020 : શક્તિની સાધનામાં આ 9 વાતોનું જરૂર રાખો ધ્યાન


  • પૂજામાં હંમેશા ઘીનો દીવો જમણી બાજુ અને તેલનો દીવો ડાબી બાજુ રાખવો જોઈએ.

  • પૂજામાં ક્યારેય પણ એક દીવાથી બીજો દીવો સળગાવવો જોઇએ નહીં.

  • જો તમારી પૂજા દરમિયાન કોઇ વસ્તુની અછત થઈ જાય અથવા ઉપલ્બધ ન થઇ શકે તો તેની જગ્યાએ અક્ષત અથવા ફૂલ ચઢાવો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube