નવી દિલ્હીઃ હરિયાણામાં ભાજપ અને જેજેપી(જનનાયક જનતા પાર્ટી) ભેગા મળીને સરકાર બનાવી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા અને જેજેપીના પ્રમુખ દુષ્યંત ચૌટાલા વચ્ચે થયેલી બેઠક પછી આ ગઠબંધન પાકું થયું છે. ભાજપ અપક્ષોના સમર્થન સાથે બહુમતના આંકડા પર પહોંચતી હતી, પરંતુ સ્થિર સરકાર માટે ગઠબંધન કરાયું છે. જોકે, સૌને આશ્ચર્ય એ થયું છે કે, મનોહર લાલ ખટ્ટર સામે ચૂંટણી લડનારા દુષ્યંત ચૌટાલા આખરે તેમની સાથે બેસવા કેવી રીતે તૈયાર થયા?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના આ દૂતે કર્યું કામ
ભાજપ અને જેજેપી વચ્ચે ગઠબંધન કરાવામાં ભાજપના યુવાન અને પ્રતિભાશાળી સાંસદ અનુરાગ ઠાકુરે મુખ્ય ભૂમિકા ભજવી છે. ભાજપ હાઈ કમાન્ડે દુષ્યંતને રાજી કરવાની જવાબદારી 45 વર્ષના અનુરાગ ઠાકુરને સોંપી હતી. અનુરાગ ઠાકુર ભાજપમાં એક સારા મેનેજર માનવામાં આવે છે. આપ સૌ જાણો છો કે, અનુરાગ બીસીસીઆઈમાં પણ મહત્વનું પદ સંભાળી ચૂક્યા છે. સાથે જ વિવિધ પાર્ટીના યુવા નેતાઓ સાથે પણ તેમને સારા સંબંધ છે. 


હરિયાણાઃ ભાજપ અને જેજેપી વચ્ચે ગઠબંધન, જેજેપીને ડેપ્યુટી સીએમનું પદ


સૂત્રો અનુસાર દુષ્યંત જ્યારે કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો ત્યારે અનુરાગ ઠાકુર સાથે સંપર્ક થયો હતો. આ દોસ્તીના આધારે જ અનુરાગ ઠાકુર શુક્રવારે સાંજે દુષ્યંતના ઘરે પહોંચ્યા હતા અને તેને વિધાનસભા ચૂંટણીમાં વિજયી થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ત્યાર પછી ભાજપ સાથે સરકાર બનાવવા માટે દુષ્યંતને રાજી કરી લીધો. થોડી વાતચીત પછી અનુરાગ ઠાકુર જાતે જ દુષ્યંતને પોતાની કારમાં લઈને અમિત શાહના ઘરે પહોંચ્યા. અહીં સરકારની રૂપરેખા અને ગઠબંધનની સંપૂર્ણ ડીલ ફાઈનલ થઈ. વાટાઘાટો પછી 31 વર્ષનો દુષ્યંત 65 વર્ષના મનોહર લાલ ખટ્ટર સાથે સરકાર બનાવવા રાજી થઈ ગયો. 


#AssemblyElections2019 : વિધાનસભા ચૂંટણીમાં વિક્રમી 32 લાખ ટ્વીટ્સ કરાઈ


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...