ATMના આ વિચિત્ર નિયમોનાં કારણે તમને લાગી શકે છે લાખોનો ચુનો
એક મહિલાએ પોતાનાં પતિને એટીએમ કાર્ડ આપીને પૈસા ઉપાડવા આપ્યા પરંતુ પૈસા બહાર આવ્યા વગર પૈસા કપાયા તે સ્થિતીમાં એસબીઆઇએ રિફંડ આપવાની મનાઇ કરી દીધી
નવી દિલ્હી : એક મહિલાની તરફથી પતિને પોતાનું ડેબિટ કાર્ડ આપવાનાં કારણે એસબીઆઇએ ટ્રાંઝેક્શન નહી થવા છતા પણ એકાઉન્ટથી કપાયેલા 25 હજાર રૂપિયા રિફંડ કરવાનો ઇન્કાર કરી દીધો છે. ભારતીય સ્ટેટ બેંકનું કહેવું છે કે ડેબિટ કાર્ડ નોન ટ્રાન્સફરેબલ હોય છે, એવામાં કોઇ ફેમિલિ મેમ્બરને પણ આ ઉપયોગ માટે આપી શકાય નહી. આ નિયમનો હવાલો ટાંકતા એસબીઆઇએ મહિલાનાં પૈસા રિફંડ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. આ રકમ એટીએમમાંથી ઉપડી નહોતી છતા પણ કપાઇ ગઇ હતી.
એસબીઆઇનું કહેવું છે કે, મહિલાએ પ્રાઇવેસી અને સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, માટે તેનો રિફંડનો દાવો જ અયોગ્ય છે. બેંકના આ તર્કનો કનજ્યુમર ફોરમે પણ સ્વિકાર કરી લીધો હતો. ભવિષ્યમાં તમે પણ જો આ પ્રકારનાં કોઇ નુકસાનથી બચવા માંગતા હો તો એટીએમ અથવા ડેબિટ કાર્ડનાં ઉપયોગના નિયમો અંગે જાણી લેવું જોઇએ.
શું ન કરવું ?
- કાર્ડ પર પોતાનો નંબર ક્યારે પણ ન લખો, હંમેશા તેને યાદ રાખો
- કોઇ વ્યક્તિ તમારી પાસે તમારા એટીએમનો પીન માંગે તો ન આપો. એટલે સુધી કે બેંક કર્મચારી અને ફેમિલિ મેંબર્સને પણ આ અંગે કોઇ માહિતી ન આપો.
- પેમેન્ટ દરિયાન કાર્ડ પર નજર રાખો અને તેને નજરથી દુર ન થવા દો
- ટ્રાન્ઝેક્શન દરમિયા મોબાઇલ ફોન પર વાતો ન કરો
હંમેશા રાખો આ સાવધાની
- એટીએમ ટ્રાન્ઝેક્શન દરમિયાન સંપુર્ણ પ્રાઇવસી જાળવી રાખો. તે પણ ખ્યાલ રાખો કે એટીએમમાં પીન નંબર નાખતી વખતે કોઇ જોઇ ન રહ્યું હોય.
- ટ્રાન્ઝેક્શન બાદ તે જુઓ કે મશીનની વેલકમ સ્ક્રીન આવી ચુકી છે, તે પહેલા મશીન છોડવું નહી
- તે પણ ધ્યાન રાખો કે તમારો હાલનો મોબાઇલ નંબર બેંકમાં રજીસ્ટર્ડ હોય. તેનાં કારણે તમને બેંકના ટ્રાન્ઝેક્શન અંગેની વખતો વખત માહિતી મળતી રહેશે.
- એટીએમ નજીક લોકોની શંકાસ્પદ મુવમેંટ પર નજર રાખો અને અજાણ્યા લોકો સાથે વાતચીતમાં વ્યસ્ત ન થશો
- શોપિંગ બાદ મર્ચન્ટ પાસેથી પોતાનું કાર્ડ લેવાનું ક્યારે ન ભુલશો
- એટીએમમાં જો કોઇ એક્સ્ટ્રા ડિવાઇસ લાગેલ હોય તો તેના પર નજર રાખો
- એટીએમ ખોવાવા અથવા ચોરી થાય તો તુરંત જ બેંકોને જાણ કરો. કોઇ અનઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન અંગે તુરંત માહિતી આપો
- બેંકથી આવતા ટ્રાન્ઝેક્શનનાં મેસેજ અને સ્ટેટમેન્ટ પર તુરંત અને નિયમિત નજર રાખો
- એટીએમ કેશ ન નિકળે અને પૈસા કપાત તેવી સ્થિતીમાં બેંકને તુરંત જ માહિતી આપો.
- કોઇ પણ ટ્રાન્ઝેક્શન બાદ તુરંત જ મોબાઇલમાં આવેલ મેસેજ ચેક કરો.