અયોધ્યા: આજે મંગળવાર છે એટલે કે ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજીનો દિવસ. આજના દિવસે સમગ્ર દેશ અયોધ્યામાં આવતી કાલે થનારા ભૂમિપૂજનની રાહ જોઈ રહ્યો છે. જો કે ભૂમિપૂજન અગાઉ આજે રામ અર્ચનાના કાર્યક્રમ થશે. હનુમાનગઢીમાં સવારે હનુમાન પૂજન અને નિશાનનું પૂજન થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીરામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમમાં 175 અતિથિઓને આમંત્રણ, નેપાળથી પણ સંત આવશે


નિશાન પૂજા શું હોય છે
પ્રભુ રામના સૌથી મોટા ભક્ત હનુમાનજી શ્રી રામચંદ્રજીના દ્વારના રક્ષક છે. શ્રીરામજીના દ્વારમાં તેમની આજ્ઞા વગર કોઈને પ્રવેશ મળતો નથી. આ જ કારણ છે કે નિશાન પૂજનની માન્યતાઓ મુજબ પ્રભુ શ્રીરામ સંલગ્ન કોઈ પણ વિશેષ કાર્ય કરતા પહેલા તેમના પરમભક્ત અનુમાનની આજ્ઞા જરૂરી છે અને ભૂમિપૂજન અગાઉ હનુમાનજીના નિશાન પૂજન આ વાતને દર્શાવે છે. નિશાન પૂજન અંગે માન્યતા છે કે હનુમાનજીના આ નિશાન 1700 વર્ષ જૂના છે. કુંભના સમયથી નિશાન પૂજન થાય છે. 5 ઓગસ્ટના રોજ ભૂમિપૂજન અગાઉ આજ હનુમાનગઢીના મહંત ગૌરી શંકર દાસ નિશાન પૂજન કરશે. 


હનુમાનગઢીમાં હનુમાન પૂજન અને નિશાન પૂજન બંનેની પૂજા થાય છે. નિશાન પૂજા અખાડાના નિશાનની પૂજા હોય છે. નિર્વાણ અખાડાના ઈષ્ટદેવ હનુમાનજી છે. સૌથી પહેલા હનુમાનજીની પૂજા થાય છે. અખાડાઓના નિશાનની પૂજાનું પણ હનુમાન પૂજા જેટલું જ મહત્વ છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube