બુલી બાઈ એપઃ ધોરણ 12 પાસ છે માસ્ટરમાઇન્ડ, ઉંમર માત્ર 18 વર્ષ, જાણો શું હતું ષડયંત્ર?
આ બુલ્લી બાઈ એપ (Bulli Bai App) પર ઘણી મહિલાઓએ ટ્વિટર અને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platforms) થી ચોરેલી તસવીરો લગાવવામાં આવી છે અને તેની પ્રોફાઇલ આપવામાં આવી છે, જેમાં તેની સાથે જોડાયેલી ઘણી જાણકારી હાજર છે.
નવી દિલ્હીઃ હાલમાં બુલ્લી બાઈ એપ (Bulli Bai App) ને લઈને વિવાદ શરૂ થયો હતો. આ એપને GitHub થી ડાઉનલોડ કરી શકાય છે. GitHub એક સોફ્ટવેર કોડિંગ પ્રોવાઇડર પ્લેટફોર્મ છે, જ્યાં પર આ પ્રકારની ઓપન સોર્સ કમ્યુનિટી એપ્લીકેશન મળે છે.
કેમ શરૂ થયો વિવાદ?
આ બુલ્લી બાઈ એપ (Bulli Bai App) પર ઘણી મહિલાઓએ ટ્વિટર અને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platforms) થી ચોરેલી તસવીરો લગાવવામાં આવી છે અને તેની પ્રોફાઇલ આપવામાં આવી છે, જેમાં તેની સાથે જોડાયેલી ઘણી જાણકારી હાજર છે. આ એપ્લીકેશન પર તે મહિલાઓની ઓનલાઇન બોલી લગાવવામાં આવે છે. તેમાં ઘણી મહિલા પત્રકાર અને બીજા પ્રોફેશન સાથે જોડાયેલી મહિલા પણ સામેલ છે.
સુલ્લી ડીલ્સ પણ આ પ્રકારની એપ
આજ રીતે 6 મહિના પહેલા એક આવી એપ્લીકેશન GitHub પર લોન્ચ થઈ હતી. તેનું નામ સુલ્લી ડીલ્સ (Sully Deals) હતું. આ એપ્લીકેશનમાં પણ આવા પ્રકારની મહિલાઓના પિક્ચર્સ અને પ્રોફાઇલને પોસ્ટ કરવા તેની ઓનલાઇન હરાજી કરવામાં આવી રહી હતી. ત્યારે પણ સોશિયલ મીડિયાથી મહિલાઓની પ્રોફાઇલ અને પિક્ચર્સને લઈને આ એપ્લીકેશન પર અપલોડ કરવામાં આવ્યા હતા. તેને લઈને ઘણી ફરિયાદો થઈ પરંતુ કોઈ ખાસ કાર્યવાહી થઈ નથી.
આ પણ વાંચોઃ ઓમિક્રોન દર્દીઓની સારવાર કરતા ડોક્ટરોએ આપી ખુશખબર, કહ્યું- હવે ડરવાની જરૂર નથી
રાજ્યસભા સાંસદે લખ્યો પત્ર
હાલમાં બુલ્લી બાઈ એપ આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેને લઈને વિવાદ થયો હતો. ત્યારબાદ શિવસેનાના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ એક પત્ર લખ્યો હતો. ત્યારબાદ મુંબઈ સાઇબર સેલે આ મામલામાં કાર્યવાહી કરતા એફઆઈઆર દાખલ કરી હતી.
પોલીસે કરી ધરપકડ
પોલીસે બેંગલોરથી એક 21 વર્ષની યુવતીની ધરપકડ કરી છે. આ સિવાય એક 21 વર્ષના એન્જિનિયર અને ઉત્તરાખંડથી એક મહિલાને પણ કસ્ટડીમાં લીધી છે. આ મામલામાં આરોપી વિશાલને 10 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આ મામલામાં અનેક જગ્યાએ દરોડા પાડ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube