ઓમિક્રોન દર્દીઓની સારવાર કરતા ડોક્ટરોએ આપી ખુશખબર, કહ્યું- હવે ડરવાની જરૂર નથી

ઓમિક્રોનને લઈને અનેક ડોક્ટર અને નિષ્ણાંતોનું કહેવું છે કે તે વેરિએન્ટ ડેલ્ટા જેટલો ઘાતક નથી અને ન તેમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડશે. દિલ્હીમાં ઓમિક્રોનની સારવાર કરી રહેલા ડોક્ટરો સાથે ઝી ન્યૂઝે ખાસ વાતચીત કરી છે. 
 

ઓમિક્રોન દર્દીઓની સારવાર કરતા ડોક્ટરોએ આપી ખુશખબર, કહ્યું- હવે ડરવાની જરૂર નથી

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતા કેસને કારણે વીકેન્ડ લોકડાઉન જરૂર લાગૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ સરકારથી લઈને નિષ્ણાંતોનું માનવું છે કે કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન (Omicron) વધુ ઘાતક નથી. દિલ્હીમાં ઓમિક્રોનની સારવાર કરનાર ડોક્ટરે ખુબ Zee News સાથે Exclusive વાતચીતમાં આ વાતનો ખુલાસો કર્યો છે. 

દિલ્હીમાં વધી રહ્યાં છે કેસ
ભારતમાં આ સમયે કોરોનાનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે અને મંગળવારે 37 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. આ કેસ છેલ્લા 108 દિવસમાં સૌથી વધુ છે. તો ભારતમાં Daily Positivity Rate ની વાત કરીએ તો તે છેલ્લા 7 દિવસમાં ચાર ગણો વધી ગયો છે. 29 ડિસેમ્બર 2021ના ભારતનો દૈનિક સંક્રમણ દર 0.79%  હતો તો આજે 4 જાન્યુઆરી 2022ના તે 3.24% છે. 

કોરોનાના કેસ વધવા પાછળ ઓમિક્રોન વેરિએન્ટ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે, જે ઝડપથી ફેલાય છે. તેવામાં કોરોનાનો આ ઓમિક્રોન વેરિએન્ટ કેવો છે અને તે સંક્રમિત લોકો પર શું અસર કરે છે, તે વિશે ડિસેમ્બર 2021થી ઓમિક્રોન દર્દીઓની સારવાર કરનાર ડોક્ટરે ઝી ન્યૂઝ સાથે વાતચીત કરી છે. 

દિલ્હીઓ પર કેવી અસર?
દિલ્હીમાં અત્યાર સુધી ઓમિક્રોનના કુલ 382 કેસ સામે આવ્યા છે, જેમાંથી 138 દર્દી લોક નાયક જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ થયા હતા. હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો. સુરેશ કુમાર પ્રમાણે અત્યાર સુધી LNJP માં જેટલા ઓમિક્રોનના કેસ આવ્યા હતા તેમાંથી લગભગ 85-90 ટકા કેસ Asymptomatic (લક્ષણ વગરના) હતા જે ઘર પર આઇસોલેશનમાં સાજા થઈ શકે છે. 

અત્યાર સુધી LNJP માં ઓમિક્રોન સંક્રમણને કારણે દાખલ થયેલા કુલ 138માંથી 105 દર્દી માત્ર 5થી 7 દિવસમાં નેગેટિવ થઈને ઘરે જઈ ચુક્યા છે. ઓમિક્રોન સંક્રમિત દર્દીઓમાં લક્ષણ માત્ર તે દર્દીઓમાં હતા જે પહેલાથી બીમાર હતા અને તેની ઇમ્યુનિટી ઓછી હતી, પરંતુ આ લક્ષણમાં સામાન્ય તાવ-શરદી હતી. 

સામાન્ય દવાઓથી સાજા થયા લોકો
ડિસેમ્બર 2021થી દિલ્હીની ખાનગી હોસ્પિટલ મેક્સ હોસ્પિટલમાં ઓમિક્રોનની સારવાર કરી રહેલા ડો. વિવેક નાંગિયા પ્રમાણે હોસ્પિટલમાં જેટલા દર્દી આવ્યા હતા તેમાંથી બધા  સામાન્ય Paracetamol અને એન્ટી એલર્જિક દવાઓથી સાજા થઈ ગયા છે. તો ડેલ્ટાથી આવેલી બીજી લહેરમાં કોરોના દર્દીઓને Steroid થઈ લઈને Monoclonal Antibody Treatment સુધી આપવાની જરૂર પડતી હતી. તેનું સૌથી મોટું કારણ ઓમિક્રોનના દર્દીઓમાં ઓક્સીજન ઘટતો નથી અને ગંભીર લક્ષણ હોતા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news