નવી દિલ્હી: આજે પંચાયતીરાજ દિવસના અવસરે પીએમ નરેન્દ્ર મોદીએ દેશભરના સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી સંવાદ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કર્યાં. પીએમ મોદીએ સ્વામિત્વ યોજનાની પણ શરૂઆત કરી. આવો જાણીએ કે ગ્રામવાસીઓને તેના શું ફાયદા થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરપંચો સાથે ચર્ચા, PM મોદીએ કહ્યું-કોરોના સંકટે આપણને આત્મનિર્ભર બનવાનો સંકેત આપ્યો


ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ
- ભારત સરકારના પંચાયત રાજ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા ઈ-ગ્રામ સ્વરાજ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનમાં ભારતના ગ્રામીણ વિસ્તારો સંલગ્ન તમામ જાણકારીઓ એક સાથે મળશે. 
- અહીં ગ્રામ પંચાયતોની પ્રોફાઈલ, ગ્રામ પંચાયતોના વિકાસ માટે પ્લાનિંગ, બજેટ અને તેમના એકાઉન્ટિંગ સહિતનું આધુનિક ડેશબોર્ડ મળશે. 
- ગ્રામ પંચાયતની વિકાસ યોજના માટે આ એક સિંગલ પ્લેટફોર્મ હશે.
- તેના દ્વારા ગામડાઓ માટે વિકાસ યોજના તૈયાર કરવી અને લાગુ કરવી સરળ રહેશે.


સ્વામિત્વ યોજના
- સ્વામિત્વ યોજના ગામડાઓમાં સંપત્તિ વિવાદ ખતમ કરવા માટેનો એક પ્રયત્ન છે.
- આ યોજના હેઠળ દેશના તમામ ગામોમાં ડ્રોનના માધ્યમથી ગામની દરેક સંપત્તિનું મેપિંગ કરવામાં આવશે. 
- ત્યારબાદ ગામડાના લોકોને તે સંપત્તિનો માલિકી હકનું પ્રમાણપત્ર આપવામાં આવશે. 
- જેના દ્વારા નાગરિકો શહેરની જેમ જ ગામડામાં પણ લોન લઈ શકે છે. 
- હાલ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં આ યોજનાની પ્રાથમિક રીતે શરૂઆત કરવામાં આવી રહી છે. 


ગ્રામીણ ભારતને જાણો
- દેશમાં કુલ 6 લાખ 40 હજાર 867 ગામડાઓ
- દેશમાં કુલ ગ્રામ પંચાયતો - લગભગ અઢી લાખ
- ગામડાની વસ્તી- 83 કરોડ 30 લાખ 87 હજાર 662
- કુલ વસ્તીમાં ગામડાનો હિસ્સો- 68.84%
- મહિલાઓ-પુરુષો જાતિ ગુણોત્તર- 947:1000
- સાક્ષરતા- 69%
- મહિલા સાક્ષરતાનું પ્રમાણ- 58.75%
- જનસંખ્યા વૃદ્ધિ દર- 12.2%
- સૌથી વધુ ગ્રામીણ વસ્તીવાળા 3 રાજ્યો- ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube