સરપંચો સાથે ચર્ચા, PM મોદીએ કહ્યું-કોરોના સંકટે આપણને આત્મનિર્ભર બનવાનો સંકેત આપ્યો
Trending Photos
નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે આજે પંચાયતી રાજ દિવસના અવરસે પીએમ નરેન્દ્ર મોદીએ દેશના સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરીને વાતચીત કરી રહ્યાં છે. પંચાયત રાજ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કાર્યક્રમની શરૂઆત કરી. તેમણે સરકાર દ્વારા ગામડાઓના વિકાસ માટે કરવામાં આવેલા કાર્યક્રમોનું વિવરણ આપ્યું. ત્યારબાદ પીએમ મોદીએ ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ અને એપ લોન્ચ કર્યાં. પીએમ મોદીએ સ્વામિત્વ યોજના પણ લોન્ચ કરી.
વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને પંચાયતી રાજ દિવસની શુભેચ્છાઓ પાઠવીને સંવાદની શરૂઆત કરી. તેમણે કહ્યું કે આજે કોરોના સંકટના કારણે આપણે વીડિયો કોન્ફન્સિંગથી કામ કરવું પડે છે. પીએમ મોદીએ પુરસ્કાર વિજેતા સરપંચોને અભિનંદન પાઠવ્યાં. તેમણે કહ્યું કે કોરોનાએ કામ કરવાની પદ્ધતિ બદલી નાખી છે. તેણે આપણને યાદ અપાવડાવ્યું છે કે આપણે બધાએ આત્મનિર્ભર રહેવું પડશે.
The Coronavirus pandemic has taught that we have to become self-dependent: Prime Minister Narendra Modi during interaction with Sarpanchs from across the nation via video conferencing. #PanchayatiRajDiwas pic.twitter.com/ydWhD9vyGh
— ANI (@ANI) April 24, 2020
પીએમ મોદીએ કહ્યું કે એક સમય એવો પણ હતો કે જ્યારે દેશની 100થી પણ ઓછી પંચાયતો બ્રોડબેન્ડ સાથે જોડાયેલી હતી. હવે સવા લાખથી વધુ પંચાયતો સુધી બ્રોડબેન્ડ પહોંચ્યું છે. એટલું જ નહીં ગામડાઓમાં કોમન સર્વિસ સેક્ટરની સંખ્યા પણ 3 લાખને પાર કરી રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે ગામમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબુત કરવા માટે અને ગામડાને તથા શહેરોને નજીક લાવવા માટે બે મોટા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યાં. પહેલો છે ઈ-ગ્રામ સ્વરાજ અને બીજો છે સ્વામિત્વ યોજના. આ પોર્ટલ અને એપ પર પંચાયતના વિકાસકાર્યોની સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ રહેશે. તેના દ્વારા ગામડાઓના કોઈ પણ નાગરિક પોતાની ગ્રામ પંચાયતમાં શું કામ ચાલી રહ્યું છે અને કામ ક્યાં સુધી પહોંચ્યું તેની જાણકારી પોતાના મોબાઈલ પર મેળવી શકશે. તેનાથી કામમાં પારદર્શકતા આવશે.
પીએમ મોદીએ કહ્યું કે ગામડાઓમાં સંપત્તિને લઈને જે સ્થિતિ રહે છે તેનાથી બધા વાકેફ છે. સ્વામિત્વ યોજના તેને ઠીક કરવાનો પ્રયાસ છે. આ યોજના દ્વારા ગામડાની એક એક સંપત્તિનું ડ્રોનથી મેપિંગ થશે. લોકોને તેમની સંપત્તિનું સ્વામિત્વ આપવામાં આવશે. તેનાથી પ્રોપર્ટીને લઈને જે ભ્રમની સ્થિતિ રહે છે તે દૂર થશે. તેના દ્વારા તમે બેન્કો પાસેથી તમારી સંપત્તિ પર લોન પણ લઈ શકશો. પીએમ મોદીએ કહ્યું કે આ યોજનાને પહેલા થોડા ગામમાં લાગુ કરાશે. તેની સફળતા બાદ દેશના તમામ ગામોમાં લાગુ કરાશે.
Prime Minister interacts with Sarpanchs from across the nation via video conferencing, on the occasion of #PanchayatiRajDiwas. Panchayati Raj Minister Narendra Singh Tomar also present, he says, "The PM will inaugurate 2 programmes today". pic.twitter.com/4om0D4kTeN
— ANI (@ANI) April 24, 2020
પીએમ મોદીએ કહ્યું કે આ કોરોના સંકટમાં દેશના ગામડાઓમાં રહેતા લોકોએ પોતાના સંસ્કારો, પોતાની પરંપરાઓ અને શિક્ષણના દર્શન કરાવ્યાં છે. ગામડાઓમાંથી જે અપડેટ આવી રહ્યાં છે તે મોટા મોટા વિદ્વાનો માટે પણ પ્રેરણાદાયક છે. તમે બધાએ દુનિયાને મંત્ર આપ્યો છે 'દો ગજ દૂરી', કે પછી કહો 'દો ગજ દેહ કી દૂરી'. આ મંત્રનું ગામડામાં બરાબર પાલન થાય તેના પર ધ્યાન અપાઈ રહ્યું છે. આટલું મોટું સંકટ આવ્યું, આટલી મોટી વૈશ્વિક મહામારી આવી, પરંતુ આ 2-3 મહિનાઓમાં જોવા મળ્યું છે કે ભારતનો નાગરિક, મર્યાદિત સંસાધનો વચ્ચે, અનેક મુશ્કેલીઓની સામે ઝૂકવાની જગ્યાએ તેની સામે ટક્કર લઈ રહ્યો છે.
Prime Minister Narendra Modi inaugurates e-GramSwaraj portal and a mobile application, on the occasion of #PanchayatiRajDiwas pic.twitter.com/ADgj15Adum
— ANI (@ANI) April 24, 2020
પીએમ મોદીએ કહ્યું કે આ સાચુ છે કે અડચણો આવી રહી છે, પરેશાનીઓ થઈ રહી છે, પરંતુ સંકલ્પનું સામર્થ્ય દેખાડતા, નવી ઉર્જા સાથે આગળ વધતા નવા નવા તરીકાઓ શોધતા દેશને બચાવવાના અને દેશને આગળ લઈ જવાના કામ પણ સતત ચાલુ છે.
શું છે ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ અને એપ?
ગ્રામ પંચાયતની વિકાસ યોજના માટે સિંગલ સ્પેસ
વિકાસયોજના તૈયાર કરવી અને લાગુ કરવી સરળ
એપ અને પોર્ટલથી યોજનાઓની જાણકારી મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે