સુપ્રિમ કોર્ટે આજે આધાર કાર્ડની જરૂરિયાત અને નંબર શેર કરવાનું કન્ફ્યુઝન દૂર કરી દીધું છે. સુપ્રિમ કોર્ટે આધારના મામલે સુનવણી કરતા તેને સંવિધાનિક દરજ્જો આપ્યો છે. પરંતુ ખાનગી કંપનીઓને તેની માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે. કોર્ટના આદેશ મુજબ, હવે આધાર નંબર દરેક કોઈની સાથે શેર કરવો જરૂરી નથી. કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે, આધાર નંબર ક્યાં શેર કરવો અને ક્યાં નહિ. સુપ્રિમ કોર્ટના આદેશથી સૌથી મોટી રાહત મોબાઈલ ગ્રાહકોને થઈ છે. કેમ કે, હવે મોબાઈલ સિમ લેવા માટે આધાર નંબર શેર કરવાની કે આધાર કાર્ડ આપવાની કોઈ જરૂર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કામો માટે આધાર શેર કરવો


  •  પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ જરૂરી હશે. તેના બાદ આધારને પાન કાર્ડની સાથે લિંક કરવું પણ જરૂરી છે. લિંક કરવાનો પાયદો ફાઈનાન્શિયલ સ્થિતિમાં લાભ માટે મળશે.

  •  આવક રિટર્ન ભરવા માટે આધાર કાર્ડની ડિટેઈલ્સ ભરવાની રહેશે. તેના માટે આધાર પેન કાર્ડથી લિંક હોવું જરૂરી છે.

  •  સરકારની તરફથી આપવામાં આવતી લાભકારી યોજનાઓમાં આધાર જરૂરી હશે. સાથે જ સબસીડી આધારિત યોજનાઓમાં સબસીડીનો લાભ લેવા માટે પણ આધાર જરૂરી બની રહેશે. 


ક્યાં શેર ન કરવો


  •  મોબાઈલ સિમ લેવા માટે કોઈ પણ ટેલિકોમ ઓપરેટર કે રિટેલરને આધાર આપવાનું જરૂરી નથી. કંપની તમારી પાસેથી આધાર નહિ માંગે.

  •  મોબાઈલ વોલેટના કેવાઈસી માટે હવે આધાર આપવાની જરૂર નથી. અહીં પણ આધારની અનિવાર્યતાને નાબૂદ કરી દેવાઈ છે.

  •  કોઈ પણ બેંક એકાઉન્ટ ખોલવા માટે આધાર નંબર શેર કરવો નહિ પડે.

  •  સ્કૂલ એડમિશનના સમયે બાળકનો આધાર કાર્ડ આપવાની હવે જરૂર નથી.

  •  CBSE, NEET અને UGCની પરીક્ષાઓ માટે આધાર જરૂરી નથી.

  •  14 વર્ષથી ઓછા બાળકોનો આધાર ન હોવા પર સરકારની તરફથી આપવામાં આવતી જરૂરી સેવાઓથી તેને વંચિત ન રાખી શકાય. 

  •  મ્ચ્યુઅલ ફંડ, શેર માર્કેટના કેવાઈસી માટે પણ હવે આધાર કાર્ડ આપવાની જરૂરિયાત નાબૂદ કરી દેવાઈ છે.   


આધાર એક્ટનું સેક્શન-57 રદ કરાયું
સુપ્રિમ કોર્ટે બુધવારે આધાર એક્ટના સેક્શન 57ને રદ કરી દીધું છે. આ એક્ટ પ્રાઈવેટ કંપનીઓની સાથે ડેટા શેર કરવાની પરમિશન આપતું હતું. 5 જજોની બેન્ચે કહ્યું કે, આધાર સંવિધાનિક રીતે કાયદાકીય છે. કોર્ટના નિર્ણયનો મતલબ છે કે, ટેલિકોમ કંપનીઓ, ઈ-કોમર્સ કંપનીઓ, પ્રાઈવેટ બેંક અને બીજી કંપનીઓ સર્વિસિસ માટે ગ્રાહકો પાસેથી બાયોમેટ્રિક અને બીજા ડેટા માંગી નહિ શકે.