Danish Azad Ansari: યોગી સરકાર 2.0માં એકમાત્ર મુસ્લિમ મંત્રી, ખાસ જાણો દાનિશ આઝાદ અન્સારી વિશે
યોગી સરકાર 2.0 બની ગઈ છે. ગઈ કાલે લખનઉમાં 52 મંત્રીઓએ શપથ લીધા. સીએમ યોગીના નવા મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાને જગ્યા આપવામાં આવી છે. આ સાથે જ મંત્રીમંડળમાં તમામ જાતિઓને સાધવાની પણ કોશિશ કરાઈ છે. નવા મંત્રીઓમાં ફક્ત એક મુસ્લિમ ચહેરાને સામેલ કરાયો છે.
લખનઉ: યોગી સરકાર 2.0 બની ગઈ છે. ગઈ કાલે લખનઉમાં 52 મંત્રીઓએ શપથ લીધા. સીએમ યોગીના નવા મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાને જગ્યા આપવામાં આવી છે. આ સાથે જ મંત્રીમંડળમાં તમામ જાતિઓને સાધવાની પણ કોશિશ કરાઈ છે. નવા મંત્રીઓમાં ફક્ત એક મુસ્લિમ ચહેરાને સામેલ કરાયો છે. આ નામ છે દાનિશ આઝાદ અન્સારીનું. દાનિશ અન્સારી કોણ છે અને ભાજપે તેમને કેમ મંત્રી બનાવ્યા છે તે ખાસ જાણો.
કોણ છે દાનિશ અન્સારી?
વર્ષ 2022માં વિધાનસભા ચૂંટણી પહેલા દાનિશ આઝાદ અન્સારીને ભાજપે અલ્પસંખ્યક મોરચાના મહામંત્રી બનાવ્યા હતા. દાનિશ આઝાદ બલિયાના રહિશ છે અને તેમનો અભ્યાસ લખનઉથી થયો છે. 32 વર્ષના દાનિશે લખનઉ યુનિવર્સિટીથી વર્ષ 2006માં બીકોમ પૂરું કર્યું હતું. ત્યારબાદ માસ્ટર ઓફ ક્વોલિટી મેનેજમેન્ટ અને માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો. દાનિશ વર્ષ 2011થી એબીવીપીમાં જોડાયા હતા. દાનિશ ખાસ કરીને મુસ્લિમ યુવાઓ વચ્ચે ભાજપની વિચારધારા અને નીતિઓને નિર્ભયતાથી લઈ જાય છે અને માહોલ બનાવે છે.
આ ખાસ કામ માટે આવ્યા હતા ચીનના વિદેશમંત્રી, ભારતે પ્રેમથી કહી દીધુ-શક્ય નથી
ભાજપે આપ્યું મોટું ઈનામ
આ ઉપરાંત 2017માં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની તો એક વર્ષ બાદ જ દાનિશ આઝાદ અન્સારીને ભાજપે મોટું ઈનામ આપ્યું. તેમને 2018માં ફખરુદ્દીન અલી અહમદ મેમોરિયલ કમિટીના સભ્ય બનાવી દેવાયા. ત્યારબાદ તેમને ઉર્દૂ ભાષા સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા. યુપી ચૂંટણી 2022ની બરાબર પહેલા ઓક્ટોબર 2021માં દાનિશને ભાજપે મોટી જવાબદારી સોંપી. તેમને ભાજપ અલ્પસંખ્યક મોરચાના પ્રદેશ મહામંત્રી પદની જવાબદારી મળી ગઈ.
Uttar Pradesh: યોગી કેબિનેટનો મોટો નિર્ણય, ગરીબોને વધુ 3 મહિના સુધી મળશે વિનામૂલ્યે અનાજ
મોહસિન રઝાની જગ્યા મળી શકે છે
અત્રે જણાવવાનું કે યોગી સરકારના પહેલા કાર્યકાળમાં મોહસિન રઝા એકમાત્ર મુસ્લિમ ચહેરો હતા જેમને મંત્રી બનાવવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે મોહસિન રઝા યોગી મંત્રીમંડળમાં નથી. ગત સરકારમાં મોહસિન રઝા અલ્પસંખ્યક કલ્યાણ મુસ્લિમ વક્ફ અને રાજ્યના હજ રાજ્યમંત્રી હતા. કહેવાય છે કે દાનિશ આઝાદને અલ્પસંખ્યક વિભાગ મળી શકે છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube