Saifullah: જાણો કોણ છે સૈફુલ્લાહ, કઈ રીતે બન્યો હિઝબુલ મુઝાહિદીનનો ચીફ કમાન્ડર
સૈફુલ્લાહ નાયકૂની સાથે દક્ષિણ કાશ્મીરમાં સક્રિય થયો હતો. પુલવામાના મલંગપોરા વિસ્તારના સૈફુલ્લાહને હિઝબુલના ચીફ સૈયદ સલાહુદ્દીનના કહેવા પર ચીફ કમાન્ડર બનાવવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં રવિવાર ઠાર કરાયેલ હિઝબુલ મુઝાહિદીનનો ચીફ ઓપરેશનલ કમાન્ડર સૈફુલ્લાહ ઉર્ફે ગાઝી હૈદર પુલવામાના મલંગપોરાનો નિવાસી હતી. તે હિઝબુલના ચીફ સૈયદ સલાહુદ્દીનના કહેવા પર કાશ્મીરમાં આતંકી ષડયંત્ર રચી રહ્યો હતો. મેમાં રિયાઝ નાયકૂની મોત બાદ કાશ્મીરમાં સૈફુલ્લાહને હિઝબુલની કમાન સોંપવામાં આવી હતી. 8 ઓક્ટોબર 2014ના હિઝબુલમાં સામેલ થયેલ ડો સૈફુલ્લાહ 12મી પાસ હતો. તે મેડિકલ કોર્સ કર્યા બાગ ત્રણ વર્ષ ઘાયલ આતંકીઓની સારવાર કરતો હતો. તેનાથી તેને ડો. સૈફ નામ મળ્યુ હતુ. હિઝ્બના કાશ્મીર કમાન્ડર રિયાઝ નાયકૂએ તેને આતંકી બનવા માટે પ્રેરિત કર્યો હતો.
સૈફુલ્લાહ નાયકૂની સાથે દક્ષિણ કાશ્મીરમાં સક્રિય થયો હતો. પુલવામાના મલંગપોરા વિસ્તારના સૈફુલ્લાહને હિઝબુલના ચીફ સૈયદ સલાહુદ્દીનના કહેવા પર ચીફ કમાન્ડર બનાવવામાં આવ્યો હતો. તે હથિયાર લૂટ, આઈઈડી હુમલો અને સુરક્ષાદળોના કાફલા પર આતંકી હુમલાની ઘણી ઘટનાઓમાં સામેલ હતો. વર્ષ 2017થી તે એજન્સીઓની રડાર પર હતો.
મોટી ઘટનાને અંજામ આવવાની હતી યોજના
સૂત્રો અનુસાર દક્ષિણ કાશ્મીરમાં સક્રિય સૈફુલ્લાહ શનિવારે રંગરેથમાં પોતાના સંપર્ક સૂત્રના ઘરે આવીને છુપાયો હતો. તેની યોજના મોટી ઘટનાને અંજામ આપવાની હતી. પોલીસને સૂચના મળતા શનિવારે મોડી રાત્રે સેના અને સીઆરપીએફના જવાનોની સાથે તેના ઘરને ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યું હતું. રવિવારે વહેલી સવારે આસપાસ રહેતા લોકોને પહેલા સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. સૈફુલ્લાહને તેનો ખ્યાલ આવી ગયો હતો. કલાકો સુધી સૈફુલ્લાહને આત્મસમર્પણ કરવાની અપીલ કરવામાં આવી હતી. અંતે બપોરે આશરે 12 કલાક આસપાસ અંદરથી ગોળીબાર શરૂ કરવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.
ગિલગિટ-બાલ્ટિસ્તાનને રાજ્યનો દરજ્જો આપવા પર ભારતની સ્પષ્ટ વાત- POKમા ફેરફાર મંજૂર નહીં
હિંસક પ્રદર્શનની આડમાં ભાગવાનો પ્રયાસ
રંગેરથ ઓપરેશન દરમિયાન આતંકીઓને સરેન્ડર કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. તો આતંકીઓએ ફાયરિંગ કરી હિંસક પ્રદર્શનની આડમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સેનાએ જવાબી કાર્યવાહી કરતા અહીં પર હિઝબુલના ટોપ કમાન્ડર સૈફુલ્લાહ ઉર્ફ ગાઝી હૈદરને ઠાર કર્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસના આઈજી વિજય કુમારે કહ્યુ કે, અમે ઓપરેશનમાં સૈફુલ્લાહ નામના કમાન્ડરને મારી નાખ્યો છે. હાલ તેની ઓળખ કરવામાં આવી રહી છે પરંતુ 95 ટકા નક્કી છે કે આ સૈફુલ્લાહ છે. આ સિવાય એક શંકાસ્પદ આતંકીની ધરપકડ કરવામાં આવી છે.
કાશ્મીરમાં સક્રિય આતંકીઓની એ પ્લસ પ્લસ શ્રેણીમાં આવતો હતો સૈફુલ્લાહ
જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ પ્રમાણે સૈફુલ્લાહને ઠાર કરવો મોટી સફળતા છે. કાશ્મીરમાંથી આતંકવાદના સફાયા માટે ઓપરેશન ઓલઆઉટ આ રીતે યથાવત રહેશે. સૈફુલ્લાહ કાશ્મીરમાં સક્રિય આતંકીઓની એ પ્લસ પ્લસ શ્રેણીમાં આવતો હતો. આતંકવાદની કમર તોડવા માટે કાશ્મીર પોલીસ તથા સુરક્ષા જવાનો તેની પાછળ પડ્યા હતા.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube