Knowledge Story: એક એવા રાજનેતા જે ભારતના નાણામંત્રી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા, જાણો કેવી રીતે
આ નેતા પાકિસ્તાનના પહેલા પ્રધાનમંત્રી બન્યા હતા. જો કે ગણતરીના વર્ષો બાદ તેમની હત્યા પણ થઈ ગઈ.
Knowledge Story: ભલે અખંડ ભારતના ટુકડા કરાવીને પાકિસ્તાન (Pakistan) ને અલગ દેશ બનાવનારામાં પ્રમુખ નામ મોહમ્મદ અલી ઝીણાનું આવતું હોય પરંતુ આ લોકોમાં એક મહત્વનું નામ લિયાકત અલી ખાન (Liaquat Ali Khan) નું પણ સામેલ છે.
લિયાકત અલી ખાન જ પાકિસ્તાનના પહેલા પ્રધાનમંત્રી બન્યા હતા. જો કે ગણતરીના વર્ષો બાદ તેમની હત્યા પણ થઈ ગઈ. આ રાજનેતા અંગે એક કમાલની વાત એ છે કે તેઓ માત્ર પાકિસ્તાનના જ પ્રમુખ પદે પહોંચ્યા તેવું નથી પરંતુ તેમણે ભારતની સરકારમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
ભારતની વચગાળાની સરકારમાં બન્યા હતા મંત્રી
ભારતની આઝાદી માટે જ્યારે બ્રિટિશર્સ સાથે સમજૂતિ અને વાતચીત ચાલુ હતી ત્યારે ભારતની વચગાળાની સરકારમાં લિયાકત અલી ખાન નાણામંત્રીના પદે હતા. જ્યારે પંડિત જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી હતા. જો કે આઝાદ ભારતના પણ તેઓ પહેલા પ્રધાનમંત્રી બન્યા હતા. ત્યારબાદ પાકિસ્તાનની પહેલી સરકારમાં પ્રધાનમંત્રી રહેવાની સાથે સાથે લિયાકત અલી ખાને વિદેશ અને રક્ષા મંત્રાલય પણ સંભાળ્યું હતું. પાકિસ્તાનના એમએમ ન્યૂઝ ટીવીના રિપોર્ટ મુજબ 4 વર્ષથી વધુ સમય સુધી પાકિસ્તાનના પીએમ રહી ચૂકેલા લિયાકત અલી ખાનની 16 ઓક્ટોબર 1951ના રોજ રાવલપિંડીમાં હત્યા કરી દેવાઈ હતી. દેશમાં તેમને શહીદનો દરજ્જો અપાયેલો છે.
ISI ના મોટા ષડયંત્રનો ખુલાસો, આર્મીના વિસ્તારો અને RSS ના નેતાઓ નિશાના પર
ભારતનું બજેટ રજુ કર્યું હતું
1947માં દેશને આઝાદી મળી તે પહેલાની વચગાળાની સરકારમાં નાણામંત્રી હતા ત્યારે લિયાકત અલી ખાને ભારત સરકારનું બજેટ પણ રજુ કર્યું હતું. પરંતુ ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ લિયાકત અલી ખાન પ્રધાનમંત્રી હતા ત્યારે ભારત પર હુમલો થયો હતો. કહેવાય છે કે ખાન ઈચ્છત તો તેઓ પાકિસ્તાની સેનાના આ હુમલાને રોકી શકે તેમ હતા. પરંતુ તેમણે એમ કર્યું નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube