ISI ના મોટા ષડયંત્રનો ખુલાસો, આર્મીના વિસ્તારો અને RSS ના નેતાઓ નિશાના પર

એક બાજુ જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘટનાઓથી માહોલ ખરાબ કરવાની કોશિશ થઈ રહી છે ત્યાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI બીજું મોટું ષડયંત્ર રચી રહી છે.

ISI ના મોટા ષડયંત્રનો ખુલાસો, આર્મીના વિસ્તારો અને RSS ના નેતાઓ નિશાના પર

કોલકાતા: એક બાજુ જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘટનાઓથી માહોલ ખરાબ કરવાની કોશિશ થઈ રહી છે ત્યાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI બીજું મોટું ષડયંત્ર રચી રહી છે. આ ષડયંત્ર હેઠળ આતંકીઓના નિશાને અસમમાં આર્મીના વિસ્તારો નિશાને છે. આ સાથે જ આતંકવાદીઓના નિશાને RSS ના નેતાઓ પણ છે. 

વિસ્ફોટને અંજામ આપવાની ફિરાકમાં ISI
મળતી માહિતી મુજબ 16 ઓક્ટોબરના રોજ અસમ પોલીસને એક ઈન્ટેલ રિપોર્ટ મળ્યો છે. આ રિપોર્ટ મુજબ ISI ના નિશાને આરએસએસ કેડર છે. આ ઉપરાંત આર્મીના વિસ્તારો પણ તેના નિશાને છે. આ ઈન્ટેલ રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે IED વિસ્ફોટ કરવાનું પણ ષડયંત્ર રચાઈ રહ્યું છે. ISI ભીડભાડવાળા વિસ્તારો વિસ્ફોટ કરવાની ફિરાકમાં છે. આ ઉપરાંત ધાર્મિક સ્થળો પણ આતંકીઓના નિશાને છે. પોલીસે તેને લઈને અધિકૃત રીતે કઈ કહ્યું નથી પરંતુ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પૂરેપૂરી તૈયારીઓ કરાઈ છે. 

સેનાની કાર્યવાહીથી અકળામણ
વાત જાણે એમ છે કે આતંકીઓ વિરુદ્ધ સેનાની કાર્યવાહીથી પાકિસ્તાન અકળાયું છે. આથી જમ્મુ અને કાશ્મીરમાં નાગરિકોને તેમા પણ ખાસ કરીને બિનકાશ્મીરીઓ અને તેમાં પણ હિન્દુઓને ખાસ કરીને આતંકવાદીઓ નિશાન બનાવી રહ્યા છે. વર્ષ 2021માં ઘાટીમાં જ આતંકીઓ 30 નાગરિકોની હત્યા કરી ચૂક્યા છે. જેના જવાબમાં નાગરિકોની હત્યા બાદ થયેલા 9 એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 13 આતંકીઓનો ખાતમો થયો છે. 

ટાર્ગેટ કિલિંગ નવી રણનીતિ?
અત્રે જણાવવાનું કે પાકિસ્તાનના ઈશારે આતંકીઓ જમ્મુ અને કાશ્મીરમાં નાગરિકોના ટાર્ગેટ કિલિંગની નવી રણનીતિ પર ચાલી રહ્યા છે. શનિવારે શ્રીનગરમાં પાણીપુરી વેચતા એક ફેરિયાની હત્યા થઈ જે આ પ્રકારની 8મી ઘટના હતી. રવિવારે પણ આતંકીઓએ કાયરતાપૂર્ણ હરકતને અંજામ આપ્યો. કુલગામાં આતંકીઓના ફાયરિંગમાં બે બિનકાશ્મીરી મજૂરોના મોત થયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news