કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી  (West Bengal Assembly elections) 2021 પહેલા સતત રાજ્યની સત્તામાં રહેલી તૃણમૂલ કોંગ્રેસનો સાથ છોડી નેતાઓના જવાનો સિલસિલો ચાલી રહ્યો છે. બુધવારે ટીએમસી ધારાસભ્ય બચ્ચૂ હાંસદા પણ ગૌરી શંકર દત્તાની સાથે ભાજપમાં સામેલ થયા છે. છેલ્લા ઘણા વર્ષોથી ગૌરી શંકર દત્તા નદિયા જિલ્લામાં ટીએમસીના અધ્યક્ષ રહ્યા છે. પરંતુ આ વખતે પાર્ટીએ તેમની ટિકિટ કાપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે બંગાળી અભિનેત્રી રાજશ્રી રાજબંશી પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ છે. અભિનેતા બોની સેનાગુપ્તાએ પણ કમળ પકડી લીધુ છે. અભિનેત્રી કોશના મુખર્જીનો બોય ફ્રેન્ડ છે બોની સેનગુપ્તા. કૌશાનીને આ વખતે કૃષ્ણા નગર ઉત્તર કેન્દ્રથી ચૂંટણી ટિકિટ આપીને ટીએમસીએ પોતાના ઉમેદવાર બનાવ્યા છે. 


શશિ થરૂરના કાનમાં શું કહી રહ્યાં છે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, તમે પણ જાણો


રબિન્દ્રનાથ ભટ્ટાચાર્ય 2001થી સિંગુર વિધાનસભા સીટથી ટીએમસીના ધારાસભ્ય રહ્યા છે. આ વખતે 80 વર્ષથી ઉપરની ઉંમરના નેતાઓને ટીએમસીએ ટિકિટ આપી નથી. તેથી ભટ્ટાચાર્યની ટિકિટ કપાતે તેમણે પાર્ટીનો સાથ છોડી દીધો  છે. 


પશ્ચિમ બંગાળમાં 27 માર્ચથી 8 તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. 294 સભ્યોની વિધાનસભા સીટો માટે રાજ્યમાં મુખ્ય મુકાબલો ટીએમસી અને ભાજપ વચ્ચે છે. ભાજપ મમતાની સરકારને ઉખેડવા ઈચ્છે છે તો મમતા બેનર્જી સતત ત્રીજીવાર પ્રદેશના મુખ્યમંત્રી બનવા માટે મેદાનમાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube