Photo of the day: શશિ થરૂરના કાનમાં શું કહી રહ્યાં છે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, તમે પણ જાણો

સંસજની અંદર કોંગ્રેસે સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલી રાખ્યો છે. ગૃહની બહાર આવવા પર બન્ને દળોના નેતાઓમાં કેવી ગર્મજોશી છે, તેનો પૂરાવો કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ (Giriraj Singh) અને કોંગ્રેસ સાંસદ શશિ થરૂર (Shashi Tharoor) ની આ તસવીર છે. 

Photo of the day: શશિ થરૂરના કાનમાં શું કહી રહ્યાં છે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, તમે પણ જાણો

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રનો બીજો ભાગ અત્યાર સુધી હંગામાભર્યો રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ અને એલપીજીના વધતા ભાવોએ વિપક્ષને તક આપી છે. બન્ને ગૃહોમાં દરરોજ કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી પાર્ટીઓ હંગામો કરે છે. આ વચ્ચે સંસદ પરિસરથી કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ અને કોંગ્રેસ સાંસદ શશિ થરૂરની એક ખાસ તસવીર સામે આવી છે. થરૂરને ગળે લગાવી સિંહ તેમના કાનમાં કંઈ કહી રહ્યા છે. થરૂરના ચહેરા પર હાસ્ય છે અને સિંહ પણ હસ્તા જોવા મળી રહ્યા છે બાદમાં થરૂરે ટ્વીટ કરી જણાવ્યુ કે, તે સમયે શું થઈ રહ્યું હતું. 

કોંગ્રેસ સાંસદે ટ્વીટ કર્યુ, 'આ ત્યારે થયું જ્યારે મેં ગિરિરાજ સિંહને જણાવ્યુ કે પશુપાલન જેવા મોટા મંત્રાલય હેઠળ આવનાર મત્સ્યપાલન વિભાગ અને મત્સ્યપાલન મંત્રાલય એક નથી જેની કોંગ્રેસ અને રાહુલ ગાંધી માંગ કરે છે.'

— Shashi Tharoor (@ShashiTharoor) March 10, 2021

આ ફોટો પર શું કહી રહ્યાં છે લોકો?
કેટલાક લોકો તસવીર જોઈને આશંકા વ્યક્ત કરી રહ્યાં છે કે શું થરૂર ભાજપમાં સામેલ થશે. તો કેટલાકે સાચો અંદાજ લગાવ્યો કે બન્ને માછલી પાલન વિભાગ વિશે વાત કરી રહ્યા છે. તો કેટલાકે તે પણ કહ્યુ કે, રાજનીતિ ભલે અલગ કરતી હોય, નેતા એક-બીજાની નજીક હોય છે. 

— Payal Mehta/પાયલ મેહતા/ पायल मेहता/ পাযেল মেহতা (@payalmehta100) March 10, 2021

— Rajesh Mishra (@itsrajeshmishra) March 10, 2021

— komal sodhe (@SodheKomal) March 10, 2021

— PK Tiwari (@tiwaripradip34) March 10, 2021

શું છે મત્સ્યપાલન મંત્રાલયનો મુદ્દો?
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પાછલા દિવસોમાં માછીમારો સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, તેમની પાર્ટીની સરકાર બનશે તો મત્સ્ય પાલન માટે અલગથી મંત્રાલય બનશે. તેમમના આ નિવેદન બાદ ભાજપ નેતાઓએ લોકસભામાં પૂછાયેલા એક સવાલના હવાલાથી આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી જાણે છે કે દેશમાં મત્સ્યપાલન વિભાગ પહેલાથી છે પરંતુ માછીમારોને ઉશ્કેરવા ખોટી વાત કહી. તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે તે મત્સ્યપાલનનું અલગ મંત્રાલય ઈચ્છે છે ન એક વિભાગ.

— Shandilya Giriraj Singh (@girirajsinghbjp) February 17, 2021

ગિરિરાજે લોકસભામાં રાહુલ ગાંધી પર હુમલો કર્યો હતો. તેમણે પોતાના અંદાજમાં કહ્યુ, 'તેમના નેતાને ક્યાંક શાળામાં મોકલો, તેને જણાવો કે ભારતમાં ક્યા-ક્યા ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યા છે. બાકી તે ભૂલી જાય છે કે ફેડરલ માળખામાં ક્યા-ક્યા વિભાગ છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news