કોલકાતા: કોલકાતા નગર નિગમ (KMC) ના 144 વોર્ડમાં ચૂંટણી માટે મતગણતરી મંગળવારે સવારે શરૂ થઈ ગઈ. રાજ્ય ચૂંટણી પંચ (EC) ના અધિકારીઓએ જણાવ્યું કે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ શરૂઆતની ટ્રેન્ડમાં જ અન્ય પાર્ટીઓ પર જબરદસ્ત લીડ મેળવી છે. આયોગના એક અધિકારીએ જણાવ્યું કે મતગણતરી સવારે આઠ વાગે શરૂ થઈ હતી. શરૂઆતના ટ્રેન્ડ મુજબ ટીએમસીને ભારે લીડ મળતી જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

KMC માં TMC ની આંધી
ટીએમસીને સૌથી પહેલા લીડ વોર્ડ નંબર 23,11, 31, 2, 4 અને સાતમાં મળી. ત્યારબાદ ધીરે ધીરે ટીએમસીના ઉમેદવારોની પકડ સમગ્ર કોલકાતામાં જોવા મળી. અત્રે જણાવવાનું કે કોલકાતા નગર નિગમની ચૂંટણી માટે રવિવારે મતદાન થયું હતું અને તે દરમિયાન 2 મતદાન કેન્દ્રો પર બોમ્બ ફેંકવા સહિત હિંસાની છૂટી છવાઈ ઘટનાઓ ઘટી હતી. 


કોલકાતા નગર નિગમ ચૂંટણીમાં લગભગ 40.5 લાખ મતદારોમાંથી 63 ટકાથી વધુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 


KMC LIVE Polls Trends


કુલ- 144 વોર્ડ


TMC -   133
BJP -      3
Left -       2
Cong -     2 
Others/Independent- 0


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube