કોલકાતા: ગત વર્ષે સેક્સ ચેન્જ કરાવ્યાં બાદ હિરણ્મય ડેમાંથી સુચિત્રા બનેલી ટ્રાન્સજેન્ડર ટીચરની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી.  સુચિત્રા પાસે 10 વર્ષનો ભણાવવાનો અનુભવ છે. અંગ્રેજી અને જિયોગ્રાફીમાં ડબલ માસ્ટર્સ છે. પરંતુ આ બધુ પુરતું નથી. કારણ કે કોલકાતાની અનેક શાળાઓમાં તે જ્યારે ઈન્ટરવ્યું માટે પહોંચી તો તેને સેક્સ્યુઆલિટી અને બ્રેસ્ટ અંગે સવાલો પૂછવામાં આવ્યાં. તેને પૂછાયું કે તમારી બ્રેસ્ટ અસલી છે? સેક્સ બાદ ગર્ભધારણ કરી શકો છો?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક અહેવાલ મુજબ ઈન્ટરવ્યું દરમિયાન ખરાબ અનુભવોમાંથી પસાર થયેલી સુચિત્રાનું કહેવું છે કે એક પુરુષ પ્રિન્સિપાલે તેને પૂછ્યું કે શું સેક્સ બાદ ગર્ભ ધારણ કરી શકે છે. અન્ય એક પ્રતિષ્ઠિત સ્કૂલની મહિલા પ્રિન્સિપાલે ધમકીભર્યા અંદાજમાં કહ્યું કે જો ત્યાં નોકરી કરવી હોય તો તેણે પરિચય બદલવો પડશે.


સુચિત્રાએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે કોલકાતાના પ્રતિષ્ઠિત સ્કૂલોના પ્રન્સિપાલે ઈન્ટરવ્યું દરમિયાન મારા વિષયની જગ્યાએ સેક્સ ચેન્જ સંબંધિત આઘાત લાગનારા અને બેકાર સવાલો પૂછ્યાં. પોતાની જ સ્કૂલમાં આવી પીડા વેઠનારી સુચિત્રાનું કહેવું છે કે મે અનુભવ્યું કે ટ્રાન્સઝેન્ડર અંગે લોકોના પૂર્વાગ્રહ બદલાયા નથી. શિક્ષકોને ભવિષ્યના નિર્માતા ગણવામાં આવે છે. જો શિક્ષિત લોકોનો આ દ્રષ્ટિકોણ હોય તો બાકીના લોકો પાસેથી શું અપેક્ષા રાખવી?


સુચિત્રા ડે પશ્ચિમ બંગાળમાં લેસબિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર (એલજીબીટી) ફોરમની સક્રિય સભ્ય છે. તેણે સમાજમાં પોતાના જેવા બીજા લૈંગિક અલ્પસંખ્યકોને ખુલ્લા મને સ્વીકારવાની અપીલ કરી છે. પોતાને દેશના સૌથી શિક્ષિત ટ્રાન્સજેન્ડરોમાંથી એક ગણાવતી સુચિત્રાએ રાજ્ય માનવાધિકારને પત્ર લખતા આ મામલે હસ્તક્ષેપની માગણી કરી છે.


અત્રે જણાવવાનું કે 2014માં સુપ્રીમ કોર્ટે પોતાના ઐતિહાસિક ફેસલામાં ટ્રાન્સજેન્ડરોને નવી ઓળખ આપતા થર્ડ  કેટેગરીમાં રાખ્યાં હતાં. આમ છતાં સમાજમાં ટ્રાન્સજેન્ડરો પ્રત્યે ભેદભાવના મામલા સતત જોવા મળી રહ્યાં છે.