કોઝિકોડ: કોઝિકોડમાં થયેલા વિમાન અકસ્માત (Kozhikode Air Crash)માં મૃતકોની સંખ્યા 18 થઇ ગઇ છે. 100થી વધુ લોકોની સારવાર અલગ-અલગ હોસ્પિટલોમાં થઇ રહી છે. એરલાઇન્સના અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાં મુખ્ય પાયલોટ કેપ્ટન દીપક સાઠે (Deepak Sathe) અને તેમના સહ-પાયલટ અખિલેશ કુમાર પણ સામેલ છે. સાઠે ભારતીય વાયુ સેનામાં પહેલાં વિંગ કમાંડર રહી ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોઝિકોડ એરપોર્ટ પર રેસ્ક્યૂ ઓપરેશન ખતમ થઇ ગયું છે. ગત સાંજે 7:40 પર એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન અકસ્માતનો શિકાર થયો હતો. લેડિંગના સમયે રનવે પર લેડિંગના સમય વિમાન રનવે પર લપસીને 35 ફૂટ ખીણમાં પડ્યું હતું. અકસ્માત એટલો હતો કે વિમાનના બે ટુકડા થઇ ગયા છે. એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX 1344 દુબઇથી ઉડીને કોઝિકોડ એરપોર્ટ પર લેન્ડ થઇ હતી. દિલ્હીથી એર ઇન્ડિયાની ટીમ તપાસ માટે કોઝિકોડ પહોંચી હતી. વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરન કોઝિકોડ પહોંચ્યા હતા. 

DNA ANALYSIS: 'ટેબલટોપ રનવે' જ્યાં ટેકઓફ અને લેન્ડીંગ બંને જ મુશ્કેલ


વિમાન અકસ્માત પર ZEE NEWS ના 5 સવાલ


1. ભીના અને લપસણા રનવે પર લેન્ડીંગની અનુમતિ કેમ આપવામાં આવી?
2. 'ટેબલ ટોપ' રનવેની સેન્ટર લાઇટ બંધ કેમ હતી?
3. વિમાનને 'બ્લેક હોલ એપ્રોચ'માં લેન્ડીંગ કેમ કરવું પડ્યું?
4. હવામાન ખરાબ હતું તો બીજા એરપોર્ટ પર લેન્ડીંગ કેમ નહી?
5. 2011માં જ એરપોર્ટ 'હાઇ રિસ્ક' જાહેર, તેમછતાં પણ સાવધાની કેમ વર્તવામાં ન આવી?

કેરળ વિમાન દુર્ઘટના: ક્રેશ લેન્ડીંગના આ છે 3 મોટા કારણો


એર ઇન્ડિયા એક્સપ્રેસએ અડધી રાત્રે નિવેદન જાહેર કરી કહ્યું ''દુર્ભાગ્યવશ પાયલોટનું મોત થયું છે અને દુખની આ ઘડીમાં તેમના પરિજનોના સંપર્કમાં છીએ.''


આ વંદે ભારત મિશન હેઠળ ભારતીયોને પરત ઘર લાવવા માટે ઉડાન ભરી હતી. મલાપ્પુરમના જિલ્લાધિકારીના ગોપાલકૃષ્ણનને 17 લોકોના મોતની પુષ્ટિ કરી. તેમની ઓળખ હજુ સ્થાપિત થઇ શકી નથી. તેમણે કહ્યું કે ઘણા ઘાયલો હાલત ગંભીર હતી. બચાવવામાં આવેલા એક યાત્રી રિસાસે કહ્યું કે લેન્ડીંગ પહેલાં વિમાને બે વખત હવામાં એરપોર્ટના ચક્કર લગાવ્યા. તેમણે એક ટીવી ચેનલને જણાવ્યું ''હું છેલ્લી સીટ પર હતો. એક ભારે અવાજ આવ્યો અને મને ખબર ન પડી કે પછી શું થયું. 


એક અન્ય યાત્રી ફતિમાએ કહ્યું કે વિમાન ખૂબ તાકાત સાથે નીચે ઉતર્યું અને આગળ વધ્યું. ડીજીએસના નિવેદનમાં કહેવામાં આવ્યું કે હવાઇપટ્ટી-10 પર ઉતર્યા બાદ વિમાન અટક્યું નહી અને હવાઇપટ્ટીના અંત સુધી પહોંચી ખીણમાં પડ્યા બાદ બે ભાગમાં ટુકડા થઇ ગયા. એર ઇન્ડિયા એક્સપ્રેસના બેડામાં ફક્ત બી737 વિમાન છે. દુર્ઘટનાસ્થળ ટીવી પર બતાવવામાં આવતી તસવીરોમાં વિમાન બે તૂટેલું દેખાય છે અને આસપાસ કાટમાળ વિખરાયેલો છે. કોઝિકોડ, શાહજાહ અને દુબઇમાં સહાયતા કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube