બેંગ્લુરૂ : કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારનાં ચીફ વ્હિપ ગણેશ હુક્કેરીએ પાર્ટી ધારાસભ્યોને શુક્રવારે ચાલુ થનારા મોનસુન સત્રમાં ભાગ લેવા માટે વ્હિપ ઇશ્યું કર્યું છે. હુક્કેરીનાં નાણા વિધેયક પાસ કરાવવા માટે વ્હિપ ઇશ્યું કર્યું છે. તેમણે કહ્યું કે, વિધાનસભામાં કોઇ મહત્વપુર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે અને ગેરહાજર ધારાસભ્યોને દલ બદલ કાયદા હેઠળ અયોગ્ય ઠેરવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ણાટક: બળવાખોર ધારાસભ્યો સાથે મુલાકાત બાદ સ્પીકરે કહ્યું સુપ્રીમને મોકલીશ વીડિયો
બીજી તરફ કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ કે.આર રમેશ કુમારે ગુરૂવારે કહ્યું કે, તેમને સત્તાધારી કોંગ્રેસ અને જેડીએસનાં 13 ધારાસભ્યોનાં રાજીનામા નિયમ ફોર્મેટમાં મળ્યા છે. કુમારે કહ્યું કે, ધારાસભ્યોએ પોતાના રાજીનામા મારા કાર્યાલયમાં નિયત ફોર્મેટમાં લખ્યા. હું તેના પર વિચાર કરીશ અને તેની વાત અંગત રીતે સાંભળ્યા બાદ જ કોઇ નિર્ણય લઇશ.


મુજફ્ફરપુરમાં AES બાદ ગયામાં જાપાની ઇસેફેલાઇટિસની આશંકા, 8 બાળકનાં મોત
અસમ: પુરની ઝપટે ચડ્યા 3 લાખથી વધારે લોકો, બચાવકાર્યમાં ઉતરી સેના
અધ્યક્ષે ધારાસભ્યોને તેમ પણ જણાવ્યું કે, તેઓ પોતાનાં વિધાનસભા ક્ષેત્રમાંથી રાજીનામું આપવાનાં કારણે લેખીતમાં આપે અને તેઓ સ્વેચ્છાપુર્વ એવું કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, હું શુક્રવારે સુપ્રીમ કોર્ટને માહિતગાર કરીશ કે મે આ મુદ્દે કાર્યવાહી કાયદાકીય અને દિવસમાં પૂર્વ ઇશ્યું કરેલા પોતાના આદેશ અનુસાર કરી છે. 


ગોવામાં 10 ધારાસભ્યોના ''કેસરિયા'', કાલે મંત્રીમંડળમાં લાગી શકે છે લોટરી
કોંગ્રેસ-જેડીએસનાં 16 ધારાસભ્યોનાં રાજીનામાથી 13 મહિના જુની ગઠબંધન સરકાર તુટી પડ્વાના ઉંબરે આવી પહોંચી છે. રાજીનામાં આપનારા 16 ધારાસભ્યોમાં 13 કોંગ્રેસનાં અને ત્રણેય જેડીએસમાંથી છે. આ સંકટ ગત્ત શનિવારથી ચાલુ થયું છે.