નવી દિલ્હી: રવિવારે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કરતા પીએમ મોદી દ્વારા તેલંગાણાની રાજધાની હૈદરાબાદનો ઉલ્લેખ હૈદરાબાદ નહીં પરંતુ ભાગ્યનગર તરીકે કર્યો હતો. ત્યારબાદ તેલંગાણાના મંત્રી અને સીએમ કેસીઆરના પુત્ર કેટી રામારાવે તીખી પ્રતિક્રિયા આપી હતી. જોકે, 1 જુલાઈના ભાજપના એક નેતા દ્વારા આગામી ચૂંટણીમાં રાજ્યમાં ભગવા બ્રિગેડ સત્તામાં આવતા જ હૈદરાબાદના નામને બદલવાની ચર્ચા કર્યા બાદ રામારાવની આ પ્રતિક્રિયા સામે આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ નેતા અને ઝારખંડના પૂર્વ સીએમ રઘુબર દાસ પર નિશાન સાધતા કેટી રામારાવે કહ્યું કે, 'જે લોકો બોલ્યા છે કે જો તેમની પાર્ટી તેલંગાણા વિધાનસભા ચૂંટણી જીતે છે તો હૈદરાબાદનું નામ બદલવામાં આવશે, તેઓ અમદાવાદનું નામ અદાણીબાદ કેમ નથી કરતા?' તેમણે આ નિવેદનમાં આડકતરો ઉલ્લેખ કર્યો કે ભાજપનો શાસિત અને પીએમ મોદીના ગૃહ રાજ્ય ગુજરાત અને કરોડપતિ ગૌતમ અદાણી પણ તે રાજ્યમાંથી જ આવે છે.


કોરોનાની રફતાર વધી, અઠવાડિયામાં 1 લાખથી વધુ કેસ; મોતમાં 54 ટકા વધારો


કેટી રામારાવે રઘુબર દાસની ટિપ્પણી પણ સમાચાર એજન્સી એએનઆઇના એક ટ્વીટને ટેગ કરતા ટ્વીટ કર્યું કે, તમે પહેલા અમદાવાદનું નામ અદાણીબાદ કેમ બદલતા નથી? કોણ છે આ ઝુમલા જીવ?


સિદ્ધુ મુસેવાલા કેસમાં મોટી સફળતા, સિંગરને પોઈન્ટ બ્લેન્કથી ગોળી મારનાર શૂટરની ધરપકડ


ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા રઘુબર દાસે શુક્રવાર (1 જુલાઈ) ના કહ્યું કે, જો તેલંગાણામાં પાર્ટી સત્તામાં આવે છે તો હૈદરાબાદનું નામ બદલી ભાગ્યનગર કરવામાં આવશે.


રઘુબર દાસને જ્યારે પૂછવામાં આવ્યું કે શું હૈદરાબાદનું નામ બદલી ભાગ્યનગર કરવામાં આવશે, ત્યારે તેમણે કહ્યું- નિશ્ચિત રૂપે છેલ્લા બે દિવસથી જે હું જોઈ રહ્યો છું, ભલે તે વેપારી હોય કે પછી સામાન્ય લોકો, તેમનામાં ટીઆરએસ સરકાર પ્રત્યે ઘણો રોષ જોવા મળી રહ્યો છે.


વધુમાં કહ્યું- આ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે, આ સરકાર પરિવારવાદની રાજનીતિમાં વિશ્વાસ કરે છે અને માત્ર પરિવારનું જ વિચારે છે. તેઓ તેલંગાણાના લોકોના કલ્યાણ વિશે વિચારતા જ નથી. તેથી લોકો ભાજપના પક્ષમાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube