India Corona Cases: કોરોનાની રફતાર વધી, અઠવાડિયામાં 1 લાખથી વધુ કેસ; મોતમાં 54 ટકા વધારો

India Corona Cases: છેલ્લા દિવસે દેશમાં કોરોનાના 16,135 નવા કેસ સામે આવ્યા, જે બાદ સંક્રમિતોની સંખ્યા વધી 4,35,18,564 થઈ ગઈ છે. એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 1,13,864 પર પહોંચી ગઈ છે. જે કુલ કેસના 0.26 ટકા છે.
 

India Corona Cases: કોરોનાની રફતાર વધી, અઠવાડિયામાં 1 લાખથી વધુ કેસ; મોતમાં 54 ટકા વધારો

India Corona Cases: ભારતમાં ગત અઠવાડિયે કોરોનાના એક લાખથી વધારે નવા કેસ મળ્યા. છેલ્લા ચાર મહિનામાં અઠવાડિયાભરમાં સામે આવેલા કેસની આ સૌથી મોટી સંખ્યા છે. તાજેતરમાં મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સંક્રમણ દરમાં ઘટાડો જોવા મળ્યો છે જ્યારે બંગાળ, તામિલનાડુ, ઓડિશા, આંધ્ર પ્રદેશ અને બિહારમાં કેસ વધી રહ્યા છે. 27 જૂનથી 3 જુલાઈ વચ્ચે કોરોનાના એક્ટિવ કેસ 1.1 લાખને પાર કરી ગયા છે. આ દરમિયાન 192 લોકોના મોત થયા છે જે અગાઉના સપ્તાહમાં થયેલા 125 મોતની સરખામણીમાં 54 ટકા વધારે છે. તેમાં 44 ટકા મોત કેરળમાં થયા છે.

છેલ્લા દિવસે દેશમાં કોરોના વાયરસ સંક્રમણના 16,135 નવા કેસ સામે આવ્યા હતા. જે બાદ સંક્રમિતોની સંખ્યા વધીને 4,35,18,564 થઈ ગઈ છે. એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 1,13,864 પર પહોંચી ગઈ છે. જે કુલ કેસના 0.26 ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સંક્રમણથી વધુ 24 લોકોના મોત બાદ મૃત્યુઆંક વધીને 5,25,223 થઈ ગયો છે. 24 કલાકમાં 13,958 લોકો સાજા થયા છે. અત્યારસુધી કુલ 4 કરોડ 28 લાખ 79 હજાર 477 દર્દી કોવિડમાંથી બહાર આવી ચૂક્યા છે. સ્વસ્થ થવાનો દર 98.53 ટકા છે.

197.98 કરોડથી વધુ કોવિડ રસી આપવામાં આવી
દેશભરમાં રાષ્ટ્રીય કોવિડ રસીકરણ અભિયાન હેઠળ 197.98 કોરડથી વધારે કોવિડ રસી આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી સોમવારના જાહેર કરેલા આંકડા અનુસાર આજે સવારે આઠ વાગ્યા સુધીમાં 197 કરોડ 98 લાખ 21 હજાર 197 રસી અપાઈ ચુકી છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 78 હજાર 383 રસી આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news