નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા બુધવારે પાકિસ્તાની જેલમાં કેદ ભારતીય નૌકાદળના અધિકારી કુલભુષણ જાધવના કેસનો બુધવારે અંતિમ ચૂકાદો સંભળાવામાં આવશે. કુલુભુષણ જાધવને પાકિસ્તાનની લશ્કરી અદાલત દ્વારા 'જાસુસી અને આતંકવાદ'ના આરોપ હેઠળ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી, જેને ભારતે આંતરરાષ્ટ્રીય અદાલતમાં પડકારી છે. હેગ ખાતે આવેલી ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં બુધવારે ન્યાયાધિશ અબ્દુલકાવી અહેમદ યુસુફ આ કેસનો અંતિમ ચૂકાદો વાંચી સંભળાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુલુભષણ જાધવ કેસમાં ત્રણ ન્યાયાધિશની એક પેનલે સુનાવણી કરી હતી. જેમાં એક ભારતના અને એક પાકિસ્તાનના ન્યાયાધિશ પણ હતા. ભારત, પાકિસ્તાન અને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના વર્તમાન વડા કે જેઓ અંતિમ ચૂકાદો વાંચી સંભળાવાના છે તેમના વિશે વિગતવાર માહિતી જાણો. 


ન્યાયાધિશ અબ્દુલકાવી અહેમદ યુસુફ (ICJના વર્તમાન વડા)
અબ્દુલકાવી અહેમદ યુસુફ સોમાલિયાના છે અને 6 ફેબ્રુઆરી, 2009થી ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના સભ્ય છે. 6 ફેબ્રુઆરી, 2018ના રોજ તેઓ જ્યારે આ અદાલતના વડા (પ્રેસિડન્ટ) તરીકે ચૂંટાઈ આવ્યા ત્યારે તેમને ICJના સભ્ય તરીકે પણ ફરીથી ચૂંટવામાં આવ્યા હતા. વર્ષ 2018માં ICJના વડા બનતાં પહેલાં તેઓ 6 ફેબ્રુઆરી, 2015થી 5 ફેબ્રુઆરી, 2018 સુધી તેઓ ICJના વાઈસ પ્રેસિડન્ટ હતા. 


તેમણે યુનિવર્સિટી કોલેજ લંડન ખાતેથી કાયદામાં ડોક્ટરેટની ડિગ્રી મેળવેલી છે. તેઓ યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સની લો ઓફ ધ સીના સોમાલિયાના ત્રીજા પ્રતિનિધી હતા. આ ઉપરાંત, તેઓ યુનેસ્કો ઈન્ટરગવર્નમેન્ટલ ઓસિઓનોગ્રાફિક કમિટિના કાયદાકીય સલાહકાર પણ રહી ચૂક્યા છે. 


કુલભૂષણ જાધવ કેસઃ જાણો આંતરરાષ્ટ્રીય અદાલતમાં અત્યાર સુધીનો સંપૂર્ણ ઘટનાક્રમ 


દલવીર ભંડારી (ICJમાં ભારતીય ન્યાયાધિશ) 
દલવીર ભંડારી 27 એપ્રિલ, 2012ના રોજ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં પ્રથમ વખત સભ્ય બન્યા હતા અને તેમનો પ્રથમ કાર્યકાળ 5 ફેબ્રુઆરી, 2018ના રોજ સમાપ્ત થયો હતો. 6 ફેબ્રુઆરી, 2018ના રોજ તેઓ ICJમાં ફરીથી ચૂંટાઈ આવ્યા હતા. તેઓ રાજસ્થાનના જોધપુરના વતની છે. ઓ.પી. જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા તેમને ઓનરરી એમરીટસ પ્રોફેસર ઓફ લો તરીકે સન્માન કરાયું હતું. વકીલ તરીકેની 23 વર્ષની લાંબી અને સફળ કારકિર્દી પછી 1991માં તેમને ભારતીય જ્યુડિસિયરીમાં સામેલ કરવામાં આવ્યા હતા. 


તસદ્દુક હુસેન જીલાની (ICJમાં પાકિસ્તાની ન્યાયાધિશ) 
સતદ્દુક હુસેન જીલાનીની કુલભુષણ જાધવ કેસમાં સુનાવણી માટે પાકિસ્તાન દ્વારા અસ્થાયી જજ તરીકે નિમણૂક કરાઈ હતી. તેઓ ICJના સભ્ય તરીકે નિમાયા ન હતા, પરંતુ આ કેસમાં પાકિસ્તાનનો પક્ષ રજૂ કરવા માટે પાકિસ્તાન સરકાર દ્વારા તેમની નિમણૂક કરાઈ હતી. જીલાની પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધિશ રહી ચૂક્યા છે અને તેમણે પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના કાર્યકાળ સામે સવાલો ઉઠાવ્યા હતા. દેશના સર્વોચ્ચ ન્યાયાધિશ હોવા છતાં જીલાનીએ વિશેષ સુરક્ષા પ્રોટોકોલ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. સાથે જ તેઓ જ્યારે સડક પરથી પસાર થતા હોય ત્યારે અન્ય રાહદારીઓનો માર્ગ બંધ ન કરવા પણ સરકારને સુચના આપી હતી. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....