કુલભૂષણ જાધવ કેસઃ જાણો આંતરરાષ્ટ્રીય અદાલતમાં અત્યાર સુધીનો સંપૂર્ણ ઘટનાક્રમ

કુલભૂષણ જાધવને આપવામાં આવેલી ફાંસીની સજા પછી ભારતમાં મોટો વિરોધ થયો હતો અને તેના પરિણામે ઈસ્લામાબાદને તેની મિલિટરી કોર્ટે ફટકારેલી સજા અટકાવવા માટે ભારતને આંતરરાષ્ટ્રીય કોર્ટનો સહારો લેવો પડ્યો હતો 
 

કુલભૂષણ જાધવ કેસઃ જાણો આંતરરાષ્ટ્રીય અદાલતમાં અત્યાર સુધીનો સંપૂર્ણ ઘટનાક્રમ

નવી દિલ્હીઃ હેગમાં આવેલી આંતરરાષ્ટ્રીય અદાલત (The International Court of Justice (ICJ) ) બુધવારે કુલભૂષણ જાધવના કેસનો ચૂકાદો આપવાની છે. 49 વર્ષના કુલભુષણ જાધવ ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી છે અને પાકિસ્તાનની લશ્કરી અદાલત દ્વારા એપ્રિલ, 2017માં તેમને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી. પાકિસ્તાન દ્વારા તેમના પર 'જાસુસી અને આતંકવાદ'નો આરોપ લગાવવામાં આવેલો છે. 

કુલભૂષણ જાધવને આપવામાં આવેલી ફાંસીની સજા પછી ભારતમાં મોટો વિરોધ થયો હતો અને તેના પરિણામે ઈસ્લામાબાદને તેની મિલિટરી કોર્ટે ફટકારેલી સજા અટકાવવા માટે ભારતને આંતરરાષ્ટ્રીય કોર્ટનો સહારો લેવો પડ્યો હતો.

જૂઓ આંતરરાષ્ટ્રીય અદાલતમાં કુલભુષણ જાધવના કેસનો ઘટનાક્રમઃ 

  • 17 જુલાઈ, 2019 : આંતરરાષ્ટ્રીય અદાલત કુલભુષણ જાધવ કેસનો અંતિમ ચૂકાદો સંભળાવશે. 
  • 18-21 ફેબ્રુઆરી, 2019 : આંતરરાષ્ટ્રીય અદાલતમાં અંતિમ સુનાવણી થઈ. 
  • 17 જુલાઈ, 2018 : પાકિસ્તાને કેસમાં ફરીથી જોડાવાની અરજી દાખલ કરી (લેખિત જવાબનો બીજો રાઉન્ડ)
  • 17 એપ્રિલ, 2018 : ભારતે કોર્ટમાં પોતાનો જવાબ લેખિતમાં રજૂ કર્યો (લેખિત જવાબનો બીજો રાઉન્ડ)
  • 17 જાન્યુઆરી, 2018 : આંતરરાષ્ટ્રીય અદાલતે ભારતની અપીલ અરજી માન્ય રાખી. ભારત અને પાકિસ્તાનને લેખિત જવાબ આપવા માટે 3 મહિનાનો સમય આપ્યો. 
  • 5 જાન્યુઆરી, 2018 : પાકિસ્તાને ભારતની અરજીનો કર્યો વિરોધ. 

કુરાન વહેંચવાની સજા પર બોલી સાધ્વી પ્રાચી, 'કોર્ટનો ચૂકાદો ફતવો લાગી રહ્યો છે'

  • 19 ડિસેમ્બર, 2017 : ભારતે જવાબ આપવા માટે 3 મહિનાનો સમય માગ્યો. (બીજી વખત વિનંતી કરી)
  • 13 ડિસેમ્બર, 2017 : પાકિસ્તાને પોતાનો પક્ષ રજૂ કર્યો. (પ્રથમ લેખિત વિનંતી)
  • 13 સપ્ટેમ્બર, 2017 : ભારતે પોતાનો પક્ષ રજૂ કર્યો. (લેખિત વિનંતીનો પ્રથમ રાઉન્ડ)
  • 18 મે, 2017 : જાધવના કેસમાં ભારતે ફાંસીની સજા અટકાવવાની કરેલી અપીલના સંદર્ભમાં ICJએ સર્વસંમતિથી સૌને બંધનકર્તા રહેવા સાથે કોર્ટનો ચૂકાદો ન આવે ત્યાં સુધી સજાનો અમલ અટકાવવાનો આદેશ આપ્યો. 

VIDEO : હાથમાં ડ્રિપ-ગ્લૂકોઝની બોટલ લઈને રજાનું ફોર્મ ભરવા ઓફિસ પહોંચી મહિલા કર્મચારી

  • 15 મે, 2017 : ICJએ ભારતે કરેલી અપીલને સાંભળી. 
  • 9 મે, 2017 : ICJએ પાકિસ્તાનના વડાપ્રધાનને તાત્કાલિક અસરથી અમલમાં મુકવાનો આદેશ આપતા જણાવ્યું કે, ભારતની અરજીના સંદર્ભમાં જાધવના કેસમાં તેની કોર્ટે આપેલો ચૂકાતો અનામત રાખવો અને સાથે જ સંબંધિત કોર્ટને આ અંગે સુચિત કરવી. 

  • 8 મે, 2017 :  

(1). ભારતે આંતરરાષ્ટ્રીય અદાલતમાં પાકિસ્તાન દ્વારા જાસુસીના સંદર્ભમાં કરાયેલા 'વિયેના કન્વેન્શન ઓન કોન્સ્યુલર રિલેશન્સ, 1963' કરારનો ભંગ કરાયો હોવાની અપીલ કરી. 
(2) ભારતે આ બાબતે ICJને 'અસ્થાયી પગલાં' લેવા વિનંતી કરી.
(3) ભારતે આંતરરાષ્ટ્રીય અદાલતને જણાવ્યું કે, ભારતની 'અસ્થાયી પગલાં' લેવાની અરજી પર જ્યાં સુધી સુનાવણી પુરી ન થાય ત્યાં સુધી જાધવને આપવામાં આવેલી સજા અટકાવવા માટે પાકિસ્તાનને તાત્કાલિક પગલાં ભરવાનો આદેશ આપવા વિનંતી કરી. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news