નવી દિલ્હીઃ આંતરાષ્ટ્રીય અદાલત (International Court of Justice- ICJ) દ્વારા ભારતીય નાગરિક કુલભુષણ જાધવ અંગે પોતાનો ચૂકાદો સંભળાવી દેવાયો છે. ICJ દ્વારા જાધવની ફાંસીની સજા પર રોક લગાવી દેવાઈ છે. ICJએ પોતાના ચૂકાદમાં જણાવ્યું કે, પાકિસ્તાન જાધવ અંગે આપેલા પોતાના ચૂકાદા પર પુનઃવિચારણા કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ICJએ પોતાના ચૂકાદામાં જણાવ્યું કે, પાકિસ્તાન દ્વારા વિયેના સંધિનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પાકિસ્તાન દ્વારા માનવાધિકારનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ સાથે જ ICJએ જણાવ્યું કે, કુલભુષણ જાધવને રાજકીય મદદ મળવી જોઈએ. 


મૂખ્ય ન્યાયાધિશ અબ્દુલકાવી અહેમદ યુસુફે કુલભુષણ જાધવના કેસનો ચૂકાદો વાંચી સંભળાવ્યો હતો. કોર્ટે જાધવને કાઉન્સેલર આપવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાને ICJના ચૂકાદા સામે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ કોર્ટ દ્વારા તેને ફગાવી દેવાયો હતો. કોર્ટે જણાવ્યું કે, પાકિસ્તાને પોતાના ચૂકાદા (મૃત્યુદંડ)ની ફરીથી સમીક્ષા કરવી જોઈએ. નેધરલેન્ડના ધ હેગના 'પીસ પેલેસ'માં થયેલી જાહેર સુનાવણીમાં 16માંથી 15 ન્યાયાધિશ ભારતની તરફેણમાં રહ્યા હતા. 


ICJએ પોતાના ચૂકાદામાં શું કહ્યું...


  • આંતરરાષ્ટ્રીય કોર્ટમાં 16માંથી 15 ન્યાયાધિશ ભારતની તરફેણમાં રહ્યા. કુલભુષણ જાધવની ફાંસી પર લગાવાયો સ્ટે. 

  • આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાનને વિયેના સંધિ યાદ અપાવતા કહ્યું કે, પાકિસ્તાને બંને દેશ વચ્ચે થયેલી વિયેના સંધીનું ઉલ્લંઘન કર્યું છે, જે ગંભીર બાબત છે. 

  • કોર્ટે પાકિસ્તાનને પુછ્યું કે, જાધવને વકીલ કેમ પુરા પાડવામાં આવ્યા નહીં? શા માટે ભારતીય નાગરિકની ધરપકડ કરાયા પછી તેની જાણ ભારતને કરવામાં ન આવી? 

  • ભારતે કોર્ટ સમક્ષ કુલભુષણ જાધવને મુક્ત કરવાની માગણી કરી હતી. આંતરરાષ્ટ્રીય અદાલતે આ માગણીને ફગાવી દીધી છે. 

  • ICJના વડા ન્યાયાધિશે જણાવ્યું કે, જાધવના ભારતીય નાગરિક હોવા પર શંકાને કોઈ સ્થાન નથી. 

  • પાકિસ્તાન દ્વારા ભારતીય અરજી સામે ઉઠાવાયેલા વાંધા ફગાવી દેવાયા અને જણાવ્યું કે, ભારતની અરજી સ્વીકારવા યોગ્ય છે. 

  • આ ચૂકાદામાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ રહી કે, પેનલમાં રહેલા ચીનના ન્યાયાધિશે પણ ભારતીય તરફેણમાં પોતાનો મત વ્યક્ત આપ્યો હતો. 


કુલભૂષણ જાધવ કેસઃ જાણો આંતરરાષ્ટ્રીય અદાલતમાં અત્યાર સુધીનો સંપૂર્ણ ઘટનાક્રમ


ઉલ્લેખનીય છે કે, 49 વર્ષના કુલભુષણ જાધવ ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી છે અને પાકિસ્તાનની લશ્કરી અદાલત દ્વારા એપ્રિલ, 2017માં તેમને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી. પાકિસ્તાન દ્વારા તેમના પર 'જાસુસી અને આતંકવાદ'નો આરોપ લગાવવામાં આવેલો છે. 


કુલભૂષણ જાધવને આપવામાં આવેલી ફાંસીની સજા પછી ભારતમાં મોટો વિરોધ થયો હતો અને તેના પરિણામે ઈસ્લામાબાદને તેની મિલિટરી કોર્ટે ફટકારેલી સજા અટકાવવા માટે ભારતને આંતરરાષ્ટ્રીય કોર્ટનો સહારો લેવો પડ્યો હતો.


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...