કુલભૂષણ જાધવ કેસઃ આદેશનું પાલન નથી કરી રહ્યું પાક, ભારત ફરી જઈ શકે ICJ
એક ઓનલાઇન લેક્ચરમાં નિવૃત નેવી ઓફિસર કુલભૂષણ જાધવ સાથે જોડાયેલા મામલાની જાણકારી આપતા હરીશ સાલ્વેએ કહ્યું કે, પાકિસ્તાને તેને ઘમંડને મામલો બનાવી લીધો છે. અમે પાકિસ્તાનને ઘણા પત્રો લખ્યા છે, તે હંમેશા ઇનકાર કરતું રહ્યું છે.
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના સ્પષ્ટ નિર્દેશ છતાં પાકિસ્તાન ભારતના નિવૃત નૌસેના અધિકારી કુલભૂષણ જાધવને મળવા દેતું નથી. વરિષ્ઠ વકીલ અને આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં ભારતના પક્ષકાર હરીશ સાલ્વેએ કહ્યું કે, પાકિસ્તાનના વલણને જોતા ભારતે એકવાર ફરી આંતરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો ખખડાવવો પડશે.
અમારે ફરી આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જવાની જરૂર પડશે
એક ઓનલાઇન લેક્ચરમાં નિવૃત નેવી ઓફિસર કુલભૂષણ જાધવ સાથે જોડાયેલા મામલાની જાણકારી આપતા હરીશ સાલ્વેએ કહ્યું કે, પાકિસ્તાને તેને ઘમંડને મામલો બનાવી લીધો છે. અમે પાકિસ્તાનને ઘણા પત્રો લખ્યા છે, તે હંમેશા ઇનકાર કરતું રહ્યું છે. હરીશ સાલ્વેએ કહ્યું, મને લાગે છે કે અમે તે પોઈન્ટ પર પહોંચી ગયા છે, જ્યાં અમારે નક્કી કરવું પડી શકે છે કે શું અમારે ફરીથી આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જવું જોઈએ જેથી એકવાર ફરીથી પાકિસ્તાનને દિશા-નિર્દેશ આપી શકે, પાકિસ્તાન છેલ્લા આદેશ પર એક ડગલું પણ આગળ વધ્યું નથી.
પાકિસ્તાને લગાવ્યો છે જાસૂસીનો ખોટો આરોપ
મહત્વનું છે કે પાકિસ્તાને જાધવ પર જાસૂસીના પાયાવિહોણા અને ખોટા આરોપ લગાવ્યા છે. ત્યાંની એક સૈન્ય કોર્ટે (જેનું મહત્વ સમાપ્ત થઈ ગયું છે) કુલભૂષણ જાધવને મોતની સજા સંભળાવી હતી. તે આ સમયે પાકિસ્તાનમાં બંધ છે. પાકિસ્તાને તેની ગેરકાયદેસર રીતે ધરપકડ કરી હતી. ભારત જ્યારે તેની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ગયું તો જુલાઈ 2019માં કોર્ટે પાકિસ્તાનને કહ્યું કે, તે કોર્ટના નિર્ણય પર પ્રભાવીરૂપથી પુનર્વિચાર કરે અને સમય બરબાદ કર્યા વગર ભારતની કુલભૂષણ સાથે મુલાકાત કરાવે.
LIVE: કોરોના યોદ્ધાઓને સલામ કરી રહી છે સેના, પોલીસ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ
જાધવે ગમે તે ભોગે પરત ઈચ્છે છે ભારત
હરીશ સાલ્વેએ કહ્યું કે, અમે પાકિસ્તાનને સતત સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ કે કુલભૂષણને છોડી દેવામાં આવે. જો તે એમ કહે છે કે તે માનવતાના આધાર પર તેને છોડી શકે છે તો તેમ પણ કરી શકે છે, ભારત ગમે તે ભોગે તેને પરત લાવવા ઈચ્છે છે.
દરેક પ્રયત્ન કરી રહ્યું છે ભારત
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કુલભૂષણ જાધવની સાથે પાકિસ્તાન સરબજીત સિંહ જેવું વર્તન ન કરે તે માટે ભારત શું કરી રહ્યું છે તો હરીશ સાલ્વેએ કહ્યું કે, ભારત દરેક પ્રયત્ન કરી રહ્યું છે અને કેસમાં સતત ધ્યાન રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ કેસ આંતરરાષ્ટ્રીય અદાલતના મુખ્ય મામલામાં સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર