બેંગ્લુરૂ : કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી કુમારસ્વામીએ બુધવારે કહ્યું કે, તેમની સરકાર કરોડો રૂપિયાની પોજી સ્કીમ ગોટાળા અંગે ધરપકડ કરાયેલ જનાર્દન રેડ્ડીની વિરુદ્ધ નફરતની રાજનીતિમાં નથી લાગેલા ન તો તેમની વિરુદ્ધ સત્તાનો દુરૂપયોગ કરવામાં આવ્યો. કર્ણાટકના પૂર્વ મંત્રી રેડ્ડીએ પોતાની વિરુદ્ધ રાજનીતિક કાવત્રાનો આરોપ લગાવ્યો છે. કુમાર સ્વામીએ કહ્યું કે, આ મુદ્દાના સંદર્ભમાં કોર્ટમાં જે વસ્તુઓ થઇ રહી છે. ન તો હું અને ન તો મારી સરકાર અથા અધિકારી આ મુદ્દે નફરતની રાજનીતિ કરી રહ્યા છે અથવા (સત્તાનો) દુરૂપયોગ કરવામાં જોડાયા છે. હું આ વાત ખુબ જ સાફઇરાદાથી કરી રહ્યો છું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાત નવેમ્બરથી ગુમ રહ્યા બાદ રેડ્ડી બેંગ્લુરૂ પોલીસની કેન્દ્રીય અપરાધ શાખા (CCB)ની સમક્ષ રજુ થયા હતા. અપરાધ શાખાએ લાંબી પુછપરછ બાદ રવિવારે તેમની ધરપકડ કરી લીધી હતી. મેજીસ્ટ્રેટ કોર્ટે તેમને ત્યાર બાદ 24 નવેમ્બર સુધી કસ્ટડીમાં મોકલી આપ્યા છે. 

સીસીબીએ કરોડો રૂપિયાની લેવડ દેવડ અંગે ગત્ત અઠવાડીયે રેડ્ડીનાં શોધખોળ ચાલુ કરી હતી. આ લેવડ દેવડનો સંબંધ કથિત રીતે પોંજી ગોટાળા સાથે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આવી પોંજી સ્કીમના કારણે સામાન્ય લોકોનાં કરોડો રૂપિયા ચાઉ થઇ ચુક્યા છે.