1 દિવસમાં તમારે ઓફિસમાં કેટલું કામ કરવું જોઈએ? સરકારનો આ છે પ્રસ્તાવ
શ્રમ તેમજ રોજગાર મંત્રાલય (Labour Ministry)એ સંસદમાં હાલમાં જ પસાર કરેલા એક સંહિતામાં કાર્યના કલાકને વધારી મહત્તમ 12 કલાક પ્રતિદિવસ કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અત્યારે કામ દિવસમાં મહત્તમ 8 કલાક કરવામાં આવે છે
નવી દિલ્હી: શ્રમ તેમજ રોજગાર મંત્રાલય (Labour Ministry)એ સંસદમાં હાલમાં જ પસાર કરેલા એક સંહિતામાં કાર્યના કલાકને વધારી મહત્તમ 12 કલાક પ્રતિદિવસ કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અત્યારે કામ દિવસમાં મહત્તમ 8 કલાક કરવામાં આવે છે.
OSH કોડમાં ફેરફારોની તૈયારી
મંત્રાલયે વ્યવસાયિક સુરક્ષા, સ્વાસ્થ્ય, તેમજ કાર્ય શરત (Occupational Safety, Health and Working Conditions) એટલે કે OSH કોડ 2020ના નિયમો હેઠળ પ્રસ્તાવ મૂક્યો છે. નવા કામના સમયગાળા વચ્ચે ટૂંકા ગાળાની રજા પણ શામેલ છે. જો કે, 19 નવેમ્બર 2020ના રોજ જાહેર કરાયેલા આ ડ્રાફ્ટમાં, સાપ્તાહિક કામના કલાકો 48 કલાક જાળવી રાખવામાં આવ્યા છે. વર્તમાન જોગવાઈઓમાં, વર્ક સપ્તાહ 8 કલાકના વર્કડેમાં 6 દિવસનો હોય છે, જેમાં એક દિવસ રજા હોય છે.
આ પણ વાંચો:- દિલ્હીમાં કોરોનાના 6,608 નવા કેસ, પ્રથમ વખત એક દિવસમાં 8 હજારથી વધારે દર્દી થયા સાજા
સામાજિક સુરક્ષામાં અસરકારક રહેશે નિર્ણય
શ્રમ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, 'આ કામ ભારતની પ્રતિકૂળ આબોહવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, જ્યાં કામ આખા દિવસમાં વહેંચાયેલું હોય છે. આથી શ્રમિકોને ઓવરટાઇમ ભથ્થાના માધ્યમથી વધુ કમાણી કરવામાં સરળતા મળશે. 'અધિકારીએ એમ પણ કહ્યું કે,' અમે ડ્રાફ્ટ નિયમોમાં જરૂરી જોગવાઈઓ કરી છે, જેથી આઠ કલાકથી વધુ કામ કરતા તમામ કામદારો ઓવરટાઇમ મેળવી શકે.
આ પણ વાંચો:- ભારતને ટૂંક સમયમાં મળવાની છે કોરોના વેક્સિન? PM મોદીએ કરી સમીક્ષા બેઠક
શ્રમિકોને ઓવરટાઇમમાં મેળવે છે વધુ લાભ
OSH સંહિતાના ડ્રાફટના નિયમો અનુસાર, કોઈપણ દિવસે ઓવરટાઇમની ગણતરી કરવામાં 15થી 30 મિનિટ સમય ગણવામાં આવશે. વર્તમાન સિસ્ટમ હેઠળ, 30 મિનિટથી ઓછા સમયને ઓવરટાઇમ તરીકે ગણવામાં આવતો નથી.
આ પણ વાંચો:- કોરોના કહેર વચ્ચે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યા રાહત ભર્યા આ મોટા સમાચાર
48 કલાકથી વધુ કામ કરી શકશે નહીં એમ્પ્લોયર
આ ડ્રાફ્ટમાં નિયમ આપવામાં આવ્યો છે કે, 'કોઈ પણ શ્રમિક કોઈ પણ સંસ્થામાં અઠવાડિયામાં 48 કલાકથી વધુ સમય માટે કામ કરવાની જરૂર રહેશે નહીં કે તેને આમ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કામના કલાકોની ગોઠવણ એવી રીતે કરવી જોઈએ કે વિશ્રામ માટેના અંતરાલ સમય સહિત, કોઈપણ દિવસે કામના કલાકો 12થી વધુ ન હોવી જોઈએ.
આ પણ વાંચો:- ધમાકેદાર વાપસી કરવા જઈ રહી છે PUBG, આટલા કરોડની હશે પૂલ પ્રાઇઝ
શ્રમિકોની અનુકૂળતાનું રાખવામાં આવશે ખાસ ધ્યાન
ડ્રાફ્ટ અનુસાર, કોઈપણ વ્યક્તિ ઓછામાં ઓછા અડધા કલાકના ઇન્ટરવલ વગર પાંચ કલાકથી વધારે સતત કામ કરશે નહીં. સપ્તાહના હિસાબથી દરરોજ કાર્યના કલાક એ રીતે નક્કી કરવાના રહેશે કે આખા અઠવાડીયામાં 48 કલાકથી વધારે થઈ શકે નહીં.
આ પણ વાંચો:- ફરી Lockdown તરફ વધી રહ્યો છે દેશ? આ શહેરો વચ્ચે બંધ થઈ શકે છે રેલવે અને હવાઈ સેવા
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ કેન્દ્રીય શ્રમ તેમજ રોજગાર મંત્રાલયે સામાજિક સુરક્ષા સંહિતા 2020ના ડ્રાફ્ટ એક્ટને સૂચિત કરી વાંધા અને સૂચનો માંગવામાં આવ્યા છે.
(ઇનપુટ ભાષાથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube