LAC પર તણાવ પર ભારત-ચીન વચ્ચે વાતચીત શરૂ, PLA ના આગ્રહ પર બેઠક
LAC પર તણાવને લઇને ભારત અને ચીન વચ્ચે સોમવારે કોર કમાંડર સ્તરની વાતચીત ચાલી રહી છે. ચીન ક્ષેત્રના માલ્ડોમાં બંને સેનાઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. પીપલ્સ લિબરેશન આર્મીના આગ્રહ પર બેઠક ચાલી રહી છે.
નવી દિલ્હી: LAC પર તણાવને લઇને ભારત અને ચીન વચ્ચે સોમવારે કોર કમાંડર સ્તરની વાતચીત ચાલી રહી છે. ચીન ક્ષેત્રના માલ્ડોમાં બંને સેનાઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. પીપલ્સ લિબરેશન આર્મીના આગ્રહ પર બેઠક ચાલી રહી છે. ભારતીય સેનાએ ગલવાનમાં જે પ્રકારે પરાક્રમ બતાવ્યું છે. તેનાથી ચીન ગભરાઇ ગયું છે. હવે ચીને LAC પર તણાવને લઇને બેઠકનો આગ્રહ કર્યો છે.
ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોની સાથે હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકોના શહીદ થયાના અઠવાડિયા બાદ આ ઉચ્ચ સ્તરીય વાર્તા થઇ રહી છે. વાર્તામાં ભારતીય શિષ્ટમંડળના નેતૃત્વમાં 14 કોર કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ હરિન્દર સિંહ કરી રહ્યા છે. લેફ્ટિનેન્ટ જનરલ સ્તરની પહેલા દૌરની વાતચીત છ જૂનના રોજ થઇ હતી જેમાં બંને પક્ષોએ તમામ સંવેદનશીલ વિસ્તારોમાંથી સૈનિકોને દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે LAC પર ચીની સેનાને 4 મે પહેલાંની પોઝિશન પર પરત ફરવા માટે કહ્યું હતું. સૂત્રોના અનુસાર ભારત આજની વાતચીતમાં ફરી એકવાર ગલવાન ઘાટી અને અન્ય સ્થળો પર ડિસએંગેજમેન્ટની માંગ કરશે.
વધુ એક મહત્વપૂર્ણ તથ્ય એ છે કે ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓની આ બેઠક એવા સમયે થઇ રહી છે જ્યારે રવિવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા ત્રણેય સેનાપ્રમુખોને કોઇપણ સ્થિતિનો સામનો કરવા માટે ખુલી છૂટ આપવામાં આવી છે. ભારતીય સેનાએ જેને ઝડપથી LAC પર કાર્યવાહી કરી છે. તેનાથી ચીનના હોશ ઉડી ગયા છે. ભારતે ખૂબ ઝડપથી LAC પર મોટી સંખ્યામાં સેનાની તૈનાતી કરી દીધી છે.
ભારતીય સેનાના જેને ઝડપથી LAC પર કાર્યવાહી કરી છે, તેનાથી ચીનના હોશ ઉડી ગયા છે. ભારતીય સેનાએ ઓછા સમયમાં LAC પર પોતાના નિર્માણ ગતિવિધિઓ તેજ કરી દીધી છે.
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube