નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં 9 લોકોના મોત થયા છે. મૃતકોમાં 4 ખેડૂત, 3 ભાજપના કાર્યકર, 1 ભાજપના નેતાનો ડ્રાઈવર અને પત્રકાર સામેલ છે. આ મામલે રાજ્યમાં રાજકારણ ખુબ ગરમાયુ છે. યોગી આદિત્યનાથે આજે એક મોટી બેઠક બોલાવી. બીજી બાજુ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ આ મામલે ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર મોટો આરોપ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય મંત્રીનો રાકેશ ટિકૈત પર આરોપ
લખીમપુર ખીરી હિંસા મામલે કેન્દ્રીય નેતા અજય મિશ્રાએ પોતાનો પક્ષ રજુ  કર્યો અને ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર અત્યંત ગંભીર આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે રાકેશ ટિકૈત દેશમાં અસ્થિરતા ફેલાવવા માંગે્ છે. આ સાથે જ તેમણે કહ્યું કે લખીમપુરમાં મારા કાર્યકરો પર તલવાર અને લાઠીથી હુમલો કરાયો. કદાચ મારો પુત્ર ઘટનાસ્થળે હોત તો તેનો પણ જીવ ગયો હોત. 


તેમણે કહ્યું કે હું ઘટનાસ્થળે નહતો કે મારો પુત્ર પણ નહતો. આવી ધડ માથા વગરની માગણી યોગ્ય નથી. મામલાની તપાસ થવી જોઈએ. આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. ખેડૂતોના વેષમાં કેટલાક ઉપદ્રવીઓ છૂપાયેલા હતા. જેમણે ગાડી પર પથ્થર માર્યા અને ગાડીને બાળી મૂકી. અમારા કાર્યકરોની હત્યા થઈ છે. જે વીડિયો છે તેમાં સ્પષ્ટ છે કે ગાડી પર મારી રહ્યા છે. અમારા કાર્યકરોને 50-50 લાખનું વળતર આપવામાં  આવે. 


તેમણે વધુમાં કહ્યું કે સવારે 11 વાગે મારો પુત્ર તે કાર્યક્રમમાં હાજર હતો. તેમનું ષડયંત્ર એ જ હતું કે કદાચ મારો પુત્ર તે ગાડીમાં હશે અને એ જ વિચારીને તેમણે હુમલો કર્યો હશે. જો મારો પુત્ર તે ગાડીમાં હોત તો કદાચ તેનો પણ જીવ ગયો હોત. 
 


Lakhimpur Kheri Violence: લખીમપુર હિંસામાં મૃત્યુઆંક વધીને 9 થયો, ગૂમ થયેલા પત્રકારનો મૃતદેહ મળ્યો


અજય મિશ્રાના ઘરની સુરક્ષા વધારી
લખીમપુરની ઘટના બાદ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના દિલ્હી નિવાસસ્થાનની સુરક્ષા વધારવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રીનું દિલ્હીમાં નર્મદા એપાર્ટમેન્ટમાં સરકારી આવાસ છે. જ્યાં સીઆરપીએફને તૈનાત કરાઈ. આ સાથે જ દિલ્હી પોલીસના જવાનોને પણ તૈનાત કરાયા છે. નર્મદા એપાર્ટમેન્ટની બહાર પીસીઆર વેનની પણ તૈનાતી કરાઈ છે. 


લખીમપુર ખીરી ઘટના પર ઉમર અબ્દુલ્લાનું ટ્વીટ
લખીમપુર ખીરી હિંસા પર જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી છે અને યુપીને નવું જમ્મુ કાશ્મીર ગણાવ્યું છે. તેમણે લખ્યું કે યુપી નવું જમ્મુ કાશ્મીર છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube